બોડેલીમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને નગરજનોમાં ફફડાટ… સ્વેચ્છીક લોકડાઉનની ચર્ચાઓ

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

છોટાઉદેપુર જિલ્લા ના મુખ્ય વેપારી મથક બોડેલી માં કોરોના ના વધેલા ચિંતા જનક કેસો ને ધ્યાન માં લઇને નગરજનો માં ફફડાટ વ્યાપ્યો છે. ત્યારે બોડેલી વેપારી મંડળ આ બાબત ને ગંભીરતાથી લઇને બોડેલી નગરમાં સ્વૈરછીક લોક ડાઉન કરવા ની વિચારણા કરી રહ્યું છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારે લોક ડાઉન માટે તૈયારી ન દર્શાવતા હવે દરેક શહેરો અને નગરો પોત પોતાની રીતે સ્વૈચ્છિક લોક ડાઉન કરી રહ્યા છે. બોડેલી, અલીપુરા અને ઢોકલિયા વિસ્તાર માં બજારો માં ભારે ભીડ જોવા મળી રહી છે. સંક્રમણ વધી રહ્યું છે. બપોર પછી બજારો માં ભીડ ઓછી દેખાય છે. ત્યારે લોક ડાઉન એક માત્ર વિકલ્પ છે. તે માટે કલમ કી સરકારે બોડેલી વેપારી મંડળ ના પ્રમુખ જનક શાહ સાથે કરેલી વાત ચીત મુજબ બોડેલી માં બે ત્રણ દિવસ નુ લોક ડાઉન અથવા સપ્તાહ સુધી બોડેલી બપોરે 2 વાગ્યા પછી બંધ કરવા નો નિર્ણય લઈ શકે છે. તે માટે બોડેલી ના જુદા જુદા એસોસિયેશન સાથે વાટાઘાટો ચાલી રહી હોવાનું જનક શાહે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here