બોડેલીમાં કોંગ્રેસ દ્વારા આપેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી માં કોંગ્રેસના છોટાઉદેપુર જિલ્લા પ્રભારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો દ્વારા સ્વેચ્છિક દુકાનો બંધ કરવા અપીલ કરવામાં આવી.

બોડેલી નગરમાં આજે વહેલી સવારે થોડી ઘણી દુકાનો બંધ જોવા મળી

મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક જોવા મળી જેને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ દ્વારા સ્વૈચ્છિક બંધમા જોડવા લોકોને અપીલ કરી હતી. જેને લઈને બોડેલીમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here