બોડેલીમાં આવેલી વૈશાલી ગેસ એજન્સી દ્વારા વિમાના સર્ટિફિકેટના નામે ઉઘાડી લૂંટ થતી હોવાની લોકબૂમ… એક ગૃહિણીના 750,રુ ખંખેરી લીધા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા બોડેલીમાં આવેલી વૈશાલી ગેસ એજન્સી દ્વારા ગેસ સિલિન્ડરના સર્ટિફિકેટ વિમા ના નામે ઘરે ઘરે જઈને ઉઘાડી લૂંટ કરતા જોવાઈ રહ્યા છે તારીખ 14 /3/ 2024 ના રોજ બપોરના સમયે ગણપતભાઈ વિષ્ણોય રહે રાજસ્થાન તેઓ શાંતા નગરમાં આવેલ એક મકાનમાં ગૃહિણી ને એવું જણાવ્યું હતું કે હું વૈશાલી ગેસ એજન્સી બોડેલીમાં છું આવું છું તમારે સગડી નું સર્ટિફિકેટ લેવું પડશે અને રીપેરીંગ પણ કરાવવું પડશે તેવું જણાવ્યું હતું સગડી નું સર્ટિફિકેટ રૂપિયા 236/ નું બીલ બનાવીને સગડી રીપેરીંગ પેટે કુલ રૂપિયા 750 ખંખેરી લીધા હતા ગૃહિણી નાધરે કોઈ ન હોવાથી તે 750 રૂપિયા આપી દીધા હતા અને ગૃહણીએ બિલ માંગતા રૂપિયા 236 નું સર્ટિફિકેટ નું બિલ આપ્યું હતું સવારે એમના પતિ આવતા તેઓએ તેમને જણાવ્યું હતું કે આવી રીતે વૈશાલી ગેસના એજન્સીઓના માણસો લૂંટ ચલાવે છે તે જાણવા માટે વૈશાલી ગેસના એજન્સી ને મળવા ગયા ત્યારે તેવો પૈસા પાછા આપવા કહેતા અમોએ પૈસા પાછા લીધા નથી અને આ ઉઘાડી લુટ કરતા એજન્સીઓના માણસો ને કાયદેસરની કાર્યવાહી કરવા માટે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધવામાં આવી છે સર્ટીફીકેટ ના નામે લૂંટ કરતા આવા વૈશાલી ગેસને એજન્સીના માણસ રીપેરીંગ કરેલ વાલ બ્રાસના પણ પરત કરેલ નથી તે પણ લઈ ગયેલ છે એજન્સીઓને કાયદેસરની કાર્યવી કરે તેમ જ ગેસ એજન્સી નું લાઇસન્સ રદ કરવા માંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here