નર્મદા જીલ્લાના માલ સામોટ દેવી ડુંગર અને નીનાઈ ધોધનાં વિસ્તારોને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાના ચક્રો ગતિમાન

રાજપીપળા, (નર્મદા)/આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા ના ડેડીયાપાડાની વિશેષ મુલાકાત લેતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ

નર્મદા જીલ્લા ના માલ-સામોટ ખાતે પર્યટન સ્થળો વિકસાવવાના ઉમદા આશય સાથે સંબંધિત અધિકારી-પદાધિકારીઓ સાથે વન અને પર્યાવરણ મંત્રી એ ચર્ચા વિમર્શ કર્યું

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની ખાસ મુલાકાત લીધી હતી. ટુરિઝમ પ્લેસ તરીકે માલ-સામોટ ખાતે અનેકવિધ આકર્ષણના સ્થળો વિકસાવવાના ઉમદા આશય સાથેની તેમની આ ખાસ મુલાકાતમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, સીસીએફ શશીકુમાર, નાયબ વન સંરક્ષક નિરજ કુમાર સહિત જિલ્લાના અગ્રણીઓ માજી વન મંત્રી મોતિસિંગ વસાવા, જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ શંકર વસાવા સહીત અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે માલ-સામોટ ખાતે પ્રવાસનને વધુ વેગવાન બનાવવાની પ્રતિબદ્ધતા સાથે દેવીડુંગરનો રૂટ, ઇકો ટુરિઝમ નિનાઈ ધોધ વ્યુહ પોઈન્ટથી દેવીડુંગરના ટોપને નિહાળ્યો હતો. વિવિધ રૂટો પર જાત નિરિક્ષણ કરીને માલસામોટ ટુરિઝમ પ્લેસને વિકસાવવા માટે માલ-સામોટ ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે ઉપસ્થિતિ સંબંધિત અધિકારી, પદાધિકારીઓ મનોમંથન કરીને માલ-સામોટ ખાતે પર્યટનનો વ્યાપ વધારી એકતાનગર ખાતેના મહેમાનોને અહીં સુધી કઈ રીતે જોડી શકાશે તે અંગે વિસ્તૃત ચર્ચાવિચારણા અને વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here