ધનસુરા પોલીસે સ્વીફ્ટ ગાડીમાં લઇ જવાતા ભારતીય બનાબટના વિદેશી દારૂને ઝડપી પાડ્યો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

શ્રી.અભય ચુડાસમા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા શ્રી.સંજય ખરાત સાહેબ, પોલીસ અધીક્ષક શ્રી અરવલ્લી-મોડાસા નાઓએ આંગામી ગુજરાત રાજ્ય વિધાનસભા ચુંટણી અનુસંધાને પ્રોહીબીશનની પ્રવૃત્તી રોકવા સારૂ સૂચના આપેલ હોય શ્રી કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધીક્ષક શ્રી. મોડાસા વિભાગ, મોડાસા નાઓના માર્ગદર્શન અનુસાર શ્રી.એ.બી.ચૌધરી પોલીસ ઈન્સ્પેકટર ધનસુરા પોલીસ સ્ટેશન નાઓએ તાબાના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે સિલ્વર કલરની સ્વીફ્ટ ગાડી નંબર GJ-01-HQ-7377 માં ભારતીય બનાબટના વિદેશી દારૂને રાજસ્થાન થી ભરીને વાયા મેઢાસણ સીણોલ થઈ અમદાવાદ તરફ જનાર હોય જે બાતમી હકીકત આધારે નવી શીણોલ ગામે વોચમાં હતા તે દરમ્યાન સદર બાતમી હકીકત વાળી સિલ્વર કલરની સ્વીફટ ગાડી નંબર:GJ-01-HQ-7377 આવતા જેને પોલીસ કર્મચારીઓ દ્વારા રોકી કોર્ડન કરી ગાડીમાં બેઠેલ બે ઈસમોને નીચે ઉતારી નામઠામ પુછતા પોતે પોતાના નામ (૧) ઇશ્વરસિંહ કિશોરસિંહ ચૌહાણ ઉ.વ.પર રહે.ટોકર તા.સરાડા જી.ઉદેયપુર(રાજસ્થાન) તથા (૨) શાન્તીલાલ કમજી ડામોર ઉ.વ.૩૦ રહે.ભુવાલી,રાફળા કળા તા.બિછીવાડા જી.ડુંગરપુર(રાજસ્થાન) નાઓના હોવાનુ જણાવેલ જે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની છૂટી બોટલ નંગ-૨૪૦ કિં.રૂ.૧,૮૧,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે મળી આવેલ જે અંગે ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ. મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ મુદામાલ –
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની છૂટી બોટલ નંગ-૨૪૦ કિ.રૂ.૧,૮૧,૨૦૦/- તથા, (૨) સિલ્વર કલરની સ્વીફટ ગાડી નંબર:GJ-01-HQ-7377 કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા (૩) આરોપીની અંગ ઝડતી દરમ્યાન મળી આવેલ મોબાઈલ નંગ-૦૨ કિ.રૂ.૭૦૦ તથા રોકડ રકમ રૂ.૨,૨૦૦/- નો મુદ્દામાલ

પકડવાનો બાકી રહેલ આરોપી:
(૨) શાન્તીલાલ કમજી ડામોર ઉ.વ.૩૦ રહે.ભુવાલી,રાફળા ફળા તા.બિછીવાડા જી ડુંગરપુર(રાજસ્થાન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here