બાબરામા આવેલા મેલડી માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

મંદિરમાં થયેલી ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો

બાબરા શહેરના નિલવડા રોડ પર આવેલ વડલી વાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે. અનેક લોકોની આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમાં બે દિવસ અગાઉ ચોરીની ઘટના સામે આવી છે. ધોળે દિવસે મંદિરમાં દર્શનના બહાને આવેલા યુવકે માતાજીના છતરની ચોરી કરી હતી. ચોરીની આ ઘટના મંદિરમા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તેમજ મંદિર નાં પૂજારી દ્વારા આ મામલે પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here