નસવાડી પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

પ્રોહીબિશનના ગુનામા સપડાયલો આરોપી ત્રણ વર્ષ થી હતો ફરાર

નસવાડી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નસવાડી પોલીસ નસવાડી પોલીસ સ્ટેશન ના પી. એસ. આઈ સી ડી પટેલ નાઓને બાતમી હકીકત મળેલ કે નસવાડી પોલીસ સ્ટેશન પાર્ટ સી.ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૭૨૦૦૧૦૪/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫ એઇ,૯૮(૨).૮૧ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી લાલસિંગભાઈ કારલભાઈ ભીલ રહે.વાંકાનેર તા.સોઢવા. જી.અલીરાજપુર નાઓ કવાંટ બજારમાં આવેલ તેવી બાતમી હકીકત આધારે સદર ગુનાના કામે આરોપીની વોચમાં રહેવા સારૂ કવાંટ જવા રવાના થયેલ ત્યાર બાદ કવાંટ બજાર જઈ આરોપીની તપાસ કરતા આરોપીએ બદામી કલરનું ચોકડી વાડુ શર્ટ પહેરેલ છે તેમજ કમરમાં જીન્સ પેન્ટ પહેરેલ છે સદર બાતમી હકીકત વળી જગ્યાએ જઈ તપાસ કરતા તે આરોપી બજાર માંથી પકડી પાડવામા આવેલ છે આમ આરોપીને નસવાડી પોલીસ સ્ટેશન ના ગુનાના કામે પકડી પાડવામાં આવેલ છે અને આરોપીને હાલ કોરોના વાયરસની મહામારીના કારણે ગુનાના કામે રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને સારી કામગીરી કરનારા પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી નસવાડી પી.એસ.આઈ સી.ડી.પટેલ અ.હે.કો.ખુમાનભાઈ બનસિંગભાઈ બ.નં.૩૯૪ તથા અ. પો.કો.અનિલભાઈ લીલાભાઈ બ.નં.૯૧૬૮ તથા અ. પો.કો.અલ્પેશભાઈ પુનાભાઈ બ.નં.૦૧૬૭ અ. પો.કો.સંજયભાઈ દેવલાભાઈ બ.નં.૦૧૩૧ તથા જી.આર.ડી.સભ્ય અસ્લમભાઈ કરીમભાઈ વિગેરે પોલીસ સ્ટાફ સાથે આ કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here