પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં હસ્તે ઉત્તરપ્રદેશના વારાણસી ખાતેથી “પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત સ્વાસ્થય ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન” યોજનાનો શુભારંભ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તબીબી અધિકારી સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ઓનલાઈન માધ્યમથી સહભાગી થયા

દેશવાસીઓને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તેમજ જાહેર આરોગ્ય સુવિધાઓનું માળખું મજબૂત કરવાના ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉત્તરપ્રદેશનાં વારાણસી ખાતેથી આજે “પ્રધાનમંત્રી આયુષ્યમાન સ્વસ્થ ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજનાનો” (PMASBY) શુભારંભ કરવામાં હતો. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આ યોજનાના ઓનલાઈન લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષીબેન ચૌહાણ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. મોનાબેન પંડ્યા, એડીએચઓશ્રી જે.પી. પરમાર, આરસીએચશ્રી પી.કે. શ્રીવાસ્તવ,આરએએચ ડો. દક્ષેશભાઈ શાહ સહિતના અરજી-તબીબી અધિકારીઓ-કર્મચારીઓ વર્ચ્યુલી સહભાગી થયા હતા. સિવીલ સર્જનશ્રીએ આ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આયુષ્યમાન સ્વસ્થ ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના આરોગ્ય ક્ષેત્રે ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને દેશમાં આરોગ્ય અને સારવારનું જાહેર માળખું વિકસિત કરવા અને વધુ મજબૂત કરવા પ્રત્યે કેન્દ્રિત છે, જેનો સીધો લાભ જાહેર આરોગ્ય સેવાઓ પર જોવા મળશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ કોરોના થર્ડ વેવની સ્થિતિ ઉદ્દભવે તો આ સવલતો કોરોના મહામારીને ડામવામાં અતિ ઉપકારક સાબિત થશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here