ગ્રામવિકાસ મંત્રીશ્રી અર્જુનસિહ ચૌહાણનો પ્રજાલક્ષી અભિગમ… મહેમદાવાદ વિસ્તારના ૮૮ ગામના સરપંચશ્રી પાસેથી તેમના પ્રશ્નોનુ અને વિકાસકામો માટે અભિપ્રાય મંગાવી નિરાકરણ કરવા કટીબધ્ધતા દર્શાવી

મહેમદાવાદ, પ્રવાસીપ્રતિનિધિ :-

રાજયના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળે અને પ્રજાની ઈચ્છાઓનુસાર વિકાસ કામોનુ આયોજન થાય એ માટે ગ્રામવિકાસમંત્રીશ્રી અર્જૂનસિહ ચૌહાણે નવતર અભિગમ દાખવીને સરપંચો પાસેથી વિકાસકામોના આયોજન માટે તથા તેમના પ્રશ્નો સંદર્ભે તેમના અભિપ્રાય મંગાવીને તમામ પ્રશ્નોનુ નિરાકરણ કરવા માટે મહેમદાવાદ વિધાનસભાના ૮૮ ગામોના સરપંચશ્રીઓને પત્ર લખી પ્રશ્નો મોકલવા જાણ કરીને પારદર્શી સરકારનુ બેનમૂન ઉદાહરણ પૂરૂ પાડયુ છે. જે તે ગામોના પ્રશ્નો જેવા કે પીવાના પાણી, ચેકડેમ મરામત, વીજળી, મ.ન.રે.ગા. નિરાધાર વૃદ્ધ, વિધવા સહાય, આરોગ્ય, રોડ-રસ્તા, શાળાઓના ઓરડા, ખેડૂતોને ખેતીવાડીના વીજકનેકશન, વીજલાઈન બદલવી, ૧૦૦ ચો. વાર પ્લોટ ફાળવણી, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો માટેની માંગણીની અરજીઓ સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો ત્વરિત તેઓના ગાંધીનગર ખાતેના કાર્યાલયમાં મોકલી આપવા તમામ સરપંચોને પત્રથી જણાવેલ છે.
મંત્રી શ્રી ચૌહાણે ઉમેર્યુ કે, રાજયના નાગરિકોને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો સત્વરે મળે અને પારદર્શી સુશાસનનો અનુભવ થાય એ માટે જનભાગીદારી થકી વિકાસકામો તથા તેમના પ્રશ્નોના નિરાકરણ થાય એ માટે માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here