પીંગળી ગામના બે બુટલેગરનાં ઘરે પોલીસે પાડેલ દારૂની રેડની અદાવતે ધીંગાણું ફેલાયું

કાલોલ,  (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પીંગળી ગામના એક બુટલેગરે બીજાં બુટલેગરના પરિવારના ત્રણ ભાઈને લોખંડની પાઈપોથી મારમારતાં ત્રણેભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં

કાલોલ તાલુકામાં આવેલાં પીંગળી ગામમાં તળાવની પાર ઉપર કેબીનો બનાવી પાન પડીકીનાં ગલ્લાઓ ચાલતા હતા. આ ગ્લાઓ પૈકીના બે ગલ્લાઓની આડમાં ઇંગ્લિશ દારૂનો ધંધો થતો હોવાની લોકમૂખે વાતો ચર્ચાતા ગત દિવસોમાં કાલોલ પોલીસે પીંગળી ગામના બુટલેગરો સામે લાલઆંખ કરી અલગ અલગ દીવસે દરોડો પાડી ગત દિવસોમાં બંને બુટલેગરો સામે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ વાતની અદાવત રાખીને ગત શનિવારના સાંજે ફરિયાદી ગામના તળાવની પાળ પર આવેલા એક ગલ્લા પર મસાલો ખાવા માટે ગયા હતા. તે સમય દરમ્યાન ગામના બુટલેગરનો ધંધો કરતા વિજય પર્વત જાદવ અને તેનાં બે પુત્રો ધવલ તથા વસંત ઉર્ફે રમણ પણ તેના પિતા સાથે તેમનાં ગલ્લા પર ઉભા હતા. ફરીયાદીને જોતાં ત્રણેય જણાયો ઉશ્કેરાય જૂની અદાવત રાખી ગાળા ગાડી કરતા ફરીયાદિએ આ અંગે કેમ ગાળો બોલો છો તેવું કહેતા આરોપીઓ કહેતા હતા કે તમે વારે ઘડીએ અમારે ત્યાં દારૂની રેડ પડાવો છો આજે તને છોડવાના નથી કહેતા ફરિયાદી એ પણ તેનાં બે ભાઈઓ ને ફોન કરી બોલાવ્યા હતા. ફરિયાદીના બંને ભાઈઓ પણ તળાવની પાર પર પહોંચતા. આરોપી વિજય જાદવ અને તેના બે પુત્રોએ તેમની દુકાનમાંથી લોખંડની પાઇપ લાવી ફરીયાદીને આરોપી વિજયે માથામાં કપાળના ભાગે મારી દેતા ફરિયાદી લોહી લુહાણ થઈ જમીન પર પટકાયો હતો. જ્યારે ફરિયાદીના બે ભાઇ દિલીપ અને પ્રદીપ ને પણ વસંત ઉર્ફે રમલો અને ધવલ એ લોખંડની પાઇપો વડે બંનેના શરીર પર ઇજાઓ પહોંચાડી હતી. આમ પિતા પુત્રોએ મળી દારૂની બાતમીની અદાવત રાખીને સામે ફરિયાદી સહિત તેના બે ભાઈઓ સામે ધીંગાણું ખેલી લોખંડની પાઇપ વડે હુમલો કરી ઢોર માર મારતા ત્રણે ભાઈઓ ઈજાગ્રસ્ત થયા હતા. જોકે ગામ લોકો દોડી આવી તેમને છૂટા પાડી ઈજાગ્રસ્તો ને ૧૦૮ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા પરંતુ વધુ ઇજાઓ પહોંચવાના કારણે કાલોલ રેફરલ હોસ્પિટલ ના તબીબે ત્રણે ઈજાગ્રસ્તોને વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ ત્રણે ઈજાગ્રસ્ત ભાઇઓ સારવાર લઈ રહ્યા છે. જેની કાલોલ પોલીસ મતે કે ફરિયાદ નોંધાય છે. કાલોલ પોલીસે ફરિયાદની તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here