પાવીજેતપુર તાલુકાના સાલોજના ૧૨ વર્ષીય અયાને કાળઝાળ ગરમીની પરવા કર્યા વિના ૧ મહિનો છ સસાઈદના રોઝા રાખી અલ્લાહ તઆલાની ઇબાદત કરી

પાવીજેતપુર,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સાલોજ ગામના મો.અયાન વસીમભાઇ ખત્રી નામના ૧૨ વર્ષીય છોકરાએ પવિત્ર રમઝાન માસ દરમિયાન આખા મહિનાના રોજા રાખવા ઉપરાંત ત્યારબાદ ઇદના દિવસ પછીના બીજા છ રોજા પણ રાખીને અલ્લાહની બંદગી કરી હતી. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મુસ્લિમ બિરાદરોએ પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજા રાખ્યા હતા, જેમાં ઘણા નાની ઉંમરના બાળકોનો પણ સમાવેશ થાય છે. સાલોજ ગામના અયાને તેના પરિવારજનોના માર્ગદર્શન હેઠળ ૧ મહિનો અને છ દિવસના રોજા રાખ્યા હતા. નાની ઉંમરે આખા મહિના ઉપરાંત વધારાના છ રોજા પણ રાખતા અયાનને પરિવારજનો તેમજ સંબંધીઓએ અભિનંદન આપીને તેની એકાગ્રતા અને હિંમતને બિરદાવી હતી, અને તેનો ઉત્સાહ વધાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here