પાણી ખેચવાના મશીન ચોરીના ગુન્હામાં મુખ્ય સુત્રધાર આરોપીને ચોરીમાં ગયેલ અન્ય મુદ્દામાલ સાથે પકડી પાડતી શહેરા પોલીસ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓએ ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે શહેરા પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૨૦૭૦૬૧૨૨૦૬૭૦ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ .૩૭૯ મુજબના કામે વોન્ટેડ આરોપી દિલીપભાઈ ભારતભાઈ પરમાર રહે.નરસાણા કોહ્યાકાળુનુ ફળીયુ તા.શહેરા નાનો હાલ તેના ઘરે આવેલ છે . તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે પો.ઇન્સ.શ્રી એ પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના માણસો ને ઉપરોક્ત બાતમી હકિકતની જાણ કરી સદરહુ આરોપીને પકડી લાવવા જરૂરી માર્ગદર્શન તેમજ સુચના આપી બાતમીવાળી જગ્યાએ જવા રવાના કરેલ . સર્વેલન્સ ટીમના માણસોએ નરસાણા ગામે બાતમીવાળા ઇસમના ઘરે જઇ તપાસ કરતા એક ઇસમ બાતમી મુજબનો મળી આવેલ જેનુ નામઠામ પુછતા દિલીપભાઇ ભારતભાઈ પરમાર ઉવ .૩૯ રહે.નરસાણા કોહ્યાકાળુનુ ફળીયુ તા.શહેરા જી.પંચમહાલનો હોવાનુ જણાવેલ . જેથી સદરહુ આરોપીને પોલીસ મથકે પકડી લાવી તેને વિશ્વાસમાં લઇ યુક્તિ – પ્રયુક્તીથી ગુન્હા સંબંધે સઘન પુછપરછ કરતાં તેણે પોતાના મિત્રો ( ૧ ) જશવંતભાઈ પ્રભાતભાઈ બારીઆ રહે.ઢાકલીયા તળાવ ફળીયુ તા.શહેરા ( ૨ ) મહેશભાઇ ભીખાભાઇ વણકર રહે.નરસાણા રયજીના મુવાડા તા.શહેરા નાઓની સાથે મળી કવાલી ગામે કેનાલ ઉપરથી બે પાણી ખેંચવાના મશીનો ચોરી કરી પોતાની મારૂતી સુઝુકી ઇકો ગાડી રજી.નં. GJ – 17 – BN – 4106 માં ભરી લઇ એક મશીન કાંકણપુર ગામમાં રહેતા મીતકુમાર દિલીપભાઇ લુહાર નાઓને વેચી દીધેલ અને બીજું મશીન હાલ તેના મિત્ર જશવંતભાઇ ના ઘરે પોતાની ઇકો ગાડીમાં મુકી રાખેલાની કબુલાત કરેલ . જેથી સદરહુ જશવંતભાઇના ઘરે જઇ તપાસ કરતાં તે પોતાના ઘરે હાજર મળી આવેલ જેથી પાણી ખેંચવાના મશીન કિ.રૂ .૨૫,૦૦૦ / – ના તેમજ ઇકો ગાડી કિં.રૂ .૨,૫૦,૦૦૦ / – ની એમ મળી કુલ કિં.રૂ .૨,૭૫,૦૦૦ / – નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઇ સદરહુ આરોપી જશવંતભાઇ પ્રભાતભાઇ બારીઆ ઉવ .૩૦ રહે.ઢાકલીયા તળાવ ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ નાઓને ગુન્હાના કામે આગળની કાર્યવાહી કરવા સારૂ હસ્તગત કરવામાં આવેલ છે . …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here