અરવલ્લી જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓને મોહસીને આઝમ મિશન દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવશે

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

મોડાસા ની સેવાભાવી સંસ્થા મોહસીને આઝમ મિશન દ્વારા ચાલુ વર્ષમાં સમાજના વિદ્યાર્થીઓ જેવા કે હાફી. આલીમ અને ધોરણ 9 થી 12 માં તેમજ સ્નાતક. અનુ સ્નાતક. એન્જિનિયરિંગ કે ડોક્ટરી લાઈનમાં કે અન્ય બીજી કોઈ પણ લાઈનમાં ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરેલ હોય અથવા એવોર્ડ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટની નકલ અરજી સાથે તારીખ 15. 9 .22 સુધીમાં મિશનની ઓફિસમાં ઘાંચી આરોગ્ય મંડળ પાસે જમા કરાવી દેવી ત્યાર પછી મિશન દ્વારા મેરીટ યાદી બહાર પાડવામાં આવશે અને સિલેક્ટ થયેલ તેજસ્વી તારલાઓને મિશન દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવશે જેની સમાજના દરેક વ્યક્તિઓએ નોંધ લેવી આ બાબતની વધુ સલાહ સૂચન માટે સિદિકભાઈ પટેલ 73 83 72 2751 અને હાજી સાબીરભાઈ ખોખર 98 98 31 72 39 ઉપર સંપર્ક કરવા વિનંતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here