પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે શિક્ષક દિવસ ઉજવાયો

ગોધરા, (પંચમહાલ) તુષાર ચૌધરી :-

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી.જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આચાર્ય, પ્રોફેસર, ક્લાર્ક તેમજ સેવક તરીકેની ભૂમિકા ખૂબ સુંદર રીતે ભજવી હતી.એક દિવસ માટે કોલેજના સંચાલન , વહીવટ તેમજ શિક્ષણ લક્ષી કામગીરી કરવામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ બતાવી શિક્ષક દિન ને યાદગાર બનાવ્યો હતો.આચાર્યશ્રી ડો.વિનોદ પટેલીઆ તેમજ કોલેજ અધ્યાપકો દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here