પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા દ્વારા ઉમાશંકર જોશીના સમગ્ર સાહિત્ય વિશે વ્યાખ્યાન યોજાયું

ગોધરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા તથા ગુજરાતી વિભાગ દ્વારા ઉમાશંકર જોશીના સમગ્ર સાહિત્ય સર્જન વિશે વ્યાખ્યાન યોજાયુ. સમગ્ર વ્યાખ્યાનનું આયોજન ગુજરાતી વિભાગ અધ્યક્ષ પ્રા. પ્રતિક શ્રીમાળી અને ડૉ.ભાવિની પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનના મુખ્ય વક્તા શ્રી વિનોદ ગાંધી હતા ઉમાશંકર જોશીના સમગ્ર સાહિત્ય અને વિશ્વ સાહિત્યને સાથે લઈને ચાલનારો ગુજરાતી સાહિત્યનો એક આગવા કવિ વિશે ઊંડાણપૂર્વકની માહિતી વિદ્યાર્થીઓને મળી રહે તે હેતુથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડૉ.વિનોદ પટેલીઆ તેમજ સમગ્ર સ્ટાફના સહયોગથી થયો હતો. તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમા હાજર રહી કવિશ્રી ગાંધી સાહેબના વ્યાખ્યાનને સાંભળ્યું. આ પ્રસંગે કોલેજના પ્રમુખશ્રી ડો.જે.બી.પટેલ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આવા વ્યાખ્યાનો થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.ભાવિન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here