પંચમહાલ જિલ્લામાં બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા સખી મંડળની બહેનો માટે ૬ દિવસનો તાલીમ વર્ગ યોજાયો

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) દ્વારા જિલ્લાના બેરોજગાર યુવાનો અને યુવતીઓને વ્યવસાયલક્ષી અને સ્વરોજગાર આપે તેવી તાલીમો વિનામૂલ્યે પુરી પાડવાના ભાગરૂપે તાલીમવર્ગો ચલાવવામાં આવે છે. જે અંતર્ગત સ્વસહાય જૂથની બહેનોને “મિશન વન જીપી વન બીસી સખી” માટેની ૬ દિવસીય તાલીમ વર્ગ આર.સેટી ખાતે યોજાયો હતો. આ તાલીમ વર્ગ પૂર્ણ થયે બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં તાલીમાર્થીઓને સ્વનિર્ભર બનવા માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જેમાં, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જિલ્લા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરશ્રી તેમજ આર.સે.ટી. ડાયરેક્ટરશ્રી, એફએલસીસી કાઉન્સિલરશ્રી તેમજ સંસ્થાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here