પંચમહાલ જીલ્લો, સહકારથી સમૃધ્ધી તરફ પ્રયાણ… કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, શ્રી અમિતભાઈ શાહ બનશે ગોધરાના મહેમાન…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, શ્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને ૨૯મી મે-૨૦૨૨ ના રોજ ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી ના ઓકિસજન પ્લાન્ટ તેમજ વિવિધ પ્રકલ્પો અને પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેન્કના નવનિર્મિત ભવનનું લોકાર્પણ- ઇ- લોકાર્પણ- ઇ-શિલાન્યાસ સમારોહ યોજાશે

પંચમહાલ જિલ્લામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, ભારત સરકાર શ્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને ૨૯મી મે-૨૦૨૨ ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે, ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ના ઓકિસજન પ્લાન્ટ અને પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેન્કના નવનિર્મિત ભવનનું લોકાર્પણ તેમજ પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ (તાડવા) અને પંચામૃત ડેરી પ્લાન્ટ (માલેગાંવ – મહારાષ્ટ્ર)નું ઇ-લોકાર્પણ તથા પંચામૃત ડેરી પ્લાન્ટ (ઉજ્જૈન – મધ્યપ્રદેશ)નો ઇ-શિલાન્યાસ સમારોહ યોજાશે. તેમા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ગુજરાત સરકાર, કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ, ભારત સરકાર કેબિનેટ મંત્રી, શ્રી પરશોત્તમભાઇ રૂપાલા, ભા.જ.પા.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં અને સમારંભ ના પુષ્પ એવા કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ, જિલ્લા પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ, સહકાર, કુટિર ઉદ્યોંગ, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર સ્વાલ) મંત્રીશ્રી જગદિશભાઇ વિશ્વકર્મા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજયકક્ષાના મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, આદિજાતિ વિકાસ, આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ રાજયકક્ષાના મંત્રીશ્રીમતિ નિમિષાબેન સુથાર,ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક લી.ના ચેરમેનશ્રી અજયભાઇ પટેલ,ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ અને ઇફકો ના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી, પંચમહાલ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ અને દાહોદ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here