પંચમહાલ જીલ્લામાં સિનીયર સીટીઝન ખેલાડીઓ માટે સ્પર્ધામાં ભાગ લેવા બાબત

ગોધરા, (પંચમહાલ) નૈનેસ સોની :-

સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામા આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણીનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજીક ઉત્થાનમા મહિલાઓની ભૂમિકા અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે અને શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ છે.

આજે મહિલાઓ, પુરુષ સાથે ખભે ખભા મિલાવીને આગળ વધે વધી રહી છે. સ્ત્રી શક્તિનું સ્વરૂપ છે. ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ગુજરાત સરકારશ્રી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, G-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી(સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ) કનેલાવ ગોધરા, જી.પંચમહાલ દ્વારા જીલ્લા કક્ષા સિનીયર સીટીઝન (૬૦ વર્ષ થી ઉપર) બહેનોની (૧) એથ્લેટીક્સ (૨) યોગાસન (૩) ચેસ (૪) રસ્સાખેચ સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે.

સદર સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી (સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ) કનેલાવ, ગોધરા, જી.પંચમહાલ ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૪/૦૩/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરી અત્રેની કચેરીમાં જમા કરાવવાના રહેશે. ભાગ લેનાર ખેલાડીઓના સ્પર્ધાની તા.૧૬/૦૩/૨૦૨૩ અને તા.૧૭/૦૩/૨૦૨૩ના રોજ સમય સવારે : ૦૮:૩૦ કલાકે કરવામાં આવશે. જેમાં સ્પર્ધાનું સ્થળ : જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી (સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ), કનેલાવ તળાવ પાસે, ગોધરા, જી.પંચમહાલ ખાતે રાખવામાં આવેલ છે. જેની વધુ વિગત માટે જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરીના ફોન નંબર ૭૭૭૯૦૮૦૬૫૮ ઉપર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here