પંચમહાલ જીલ્લામાં તા.૨૦/૦૫/૨૦૨૨, તા.૨૧/૦૫/૨૦૨૨ તેમજ તા.૨૬/૦૫/૨૦૨૨ ના રોજ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરો યોજાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જીલ્લાના ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો મળી રહે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા- પંચમહાલ દ્વારા ત્રણ રોજગાર ભરતી મેળાનું આયોજન કરેલ છે જેમાં તારીખ.૨૦/૦૫/૨૦૨૨ ના રોજ માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે ઈન્ટીગ્રા એન્જીનીયરીંગ ઇન્ડિયા લી. (કંપની) ,ચંદ્રાપુરા હાલોલ ખાતે સવારે ૦૯.૩૦ કલાકે ભરતી મેળો યોજાશે જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટર ,ઓફીસ આસીસ્ટંટ ,ગાર્ડનર ,સિક્યુરીટી વગેરે જગ્યા માટે પંચમહાલ જીલ્લાના નોકરીદાતા દ્વારા ઉમેદવારની લાયકાત મુજબ સ્થળ પર ઈન્ટરવ્યું કરીને રોજગારીની તક આપવામાં આવશે.તા.૨૧/૦૫/૨૦૨૨ ના રોજ માત્ર ડીપ્લોમાં અને ડીગ્રી એન્જીયરીંગ કરેલ ઉમેદવારો તેમજ ફાર્મસી કરેલ ઉમેદવારો માટે એન્જીનીયરીંગ કોલેજ, ટુવા અને બી.ફાર્મસી કોલેજ .રામપુરાના સંયુક્ત ઉપક્રમે એન્જીનીયરીંગ કોલેજ ,ટુવા તા.ગોધરા ખાતે સવારે ૦૯.૩૦ કલાકે ભરતી મેળો યોજાશે જેમાં જી.ટી.ઈ ,એફ.ટી.એ ,મશીન ઓપરેટર ,ટ્રેઈની ,એપ્લીકેશન એન્જી. ફેકલ્ટી , પંચમહાલ, વડોદરા ,અમદાવાદ,રાજકોટ,મહીસાગર અને ખેડા જીલ્લાના નોકરીદાતા દ્વારા ઉમેદવારોની પસદંગી કરીને રોજગારીની તકો આપવામાં આવશે ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ ગુગલ ફોર્મ લીંક https://forms.gle/b6kt3JUbbwpE2bqZ6 ફોર્મમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તા.૨૬/૦૫/૨૦૨૨ ના રોજ ધો. ૦૮ પાસ, ૧૦ પાસ,૧૨ પાસ ,આઈ.ટી.આઈ.,ગ્રેજ્યુએટ ,ડીપ્લોમાં, મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર,(પી.એમ.કે.કે.) સ્વામિનારાયણ મંદિર સામે ,પ્રેસીડેન્ટ હ્યુન્ડાઈ શો રૂમ પાસે ,દાહોદ રોડ,ગોધરા ખાતે સવારે ૧૦.૩૦ કલાકે ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે.જેમાં સેલ્સ ,ફાઈનાન્સ પ્લાનર ,એકાઉન્ટન્ટ, ટ્રેઈની ,સીવણકામ,પેકર ,લાઈન ઓપરેટર ,ટ્રેઈની જેવી જગ્યા માટે પંચમહાલ,વડોદરા,અમદાવાદ,જીલ્લાના નોકરીદાતા દ્વારા ઉમેદવારોની પસંદગી કરીને રોજગારીની તકો આપવામાં આવશે.૧૮ વર્ષથી ૩૫ વર્ષ સુધીના ઉમેદવારો ઉપરોક્ત ભરતી મેળાઓમાં લાયકાત મુજબ લાભ લઈ શકશે,વધુમાં ઘેર બેઠા નોકરી માટે રોજગાર કચેરીના અનુબંધમ પોર્ટલ (www.anubandham.gujarat.gov.in) અને એન.સી.એસ પોર્ટલ (www.ncs.gov.in ) પર રજીસ્ટ્રેશન કરીને જોબ શોધવા તેમજ રોજગાર સેતુ હેલ્પલાઇન ૬૩૫૭૩૯૦૩૯૦ નો સંપર્ક કરવા અને ઔધોગિક રોજગાર ભરતીમેળામાં કોરોના ગાઈડ લાઇનના પાલન સાથે તમામને ભાગ લેવા રોજગાર અધિકારીશ્રી એ.એલ.ચૌહાણે જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here