પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક ગોધરાના જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. બેઠકમાં વિવિધ કચેરીઓના વડાને કચેરીમાં આવતી નાગરિક અધિકાર સહિતની અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા જણાવાયું હતું. આ ઉપરાંત દરેક કચેરીને પેંશન કેસોની કામગીરી ગંભીરતાથી લઈ જેમના પેંશન કેસો કોઈ કારણોસર પેન્ડિંગ હોય તેવા પેંશન કેસોનો ઝડપથી નિકાલ કરવા અને દરેક કર્મચારીને તેના નિવૃત્તિ લાભો વહેલી તકે મળે તે સુનિશ્ચિત કરવા તમામ અધિકારીઓને સૂચના આપી હતી. વિવિધ કચેરીઓના બાકી નીકળતા સરકારી લેણાની વસુલાત બાબતે ચર્ચા કરતા આ વસૂલાત નિયમિતપણે થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા. ઉનાળાને ધ્યાનમાં રાખીને વધુ જનસંપર્ક ધરાવતી કચેરીઓમાં પીવાના પાણી, છાંયડા સહિતની વ્યવસ્થા કરવા તેમજ ગરમીના કારણે જંગલ વિસ્તારમાં આગના બનાવ બને તો પૂરતી પૂર્વ તૈયારીઓ કરવા સૂચના આપી હતી. વિવિધ કચેરીઓના જમીન અંગે માંગણી હોય તો દરખાસ્ત કરવા પણ અધ્યક્ષસ્થાનેથી જણાવાયું હતું. આ અગાઉ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એલ.બી. બાંભણીયા દ્વારા જિલ્લાની મોરવા હડફ બેઠક માટે જાહેર કરાયેલી વિધાનસભા પેટા ચૂંટણીને ધ્યાનમાં લઈ પાળવાની થતી આદર્શ આચારસંહિતાનો સખ્તપણે અમલ થાય તે દિશામાં કામગીરી અંગે અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીસુશ્રી નેહા ગુપ્તાએ ચૂંટણી સંદર્ભે નિમાયેલા નોડલ અધિકારીઓને તેમને બજાવવાની થતી અપેક્ષિત ફરજો વિશે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં નાયબ વનસંરક્ષકશ્રી એમ.મીણા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. રાઠોડ, પ્રાંતઅધિકારીશ્રીઓ, ડીવાયએસપીશ્રીઓ સહિતના જિલ્લા સંકલનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here