સમસ્ત સુન્ની મુસ્લિમ ફકિર સમાજ દ્વારા સિક્કા મુકામે દ્વિતીય સમુહ શાદી કાર્યક્રમ યોજાયો

સિક્કા,(જામનગર) આરીફ દિવાન

આયોજકો દ્વારા મહેમાનોને આવકાર સાથે સન્માન સાથે સોશિયલ ડિસ્ટન્સ માં સમૂહ લગ્ન યોજાયા

જામનગર જિલ્લા ના સિક્કા ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ ફકિર સમાજ નો બીજા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને તિલાંજલી આપવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકી સાદગી સભર લગ્ન કરવામાં

આવે તેવા શુભ સંદેશ ફેલાવવાના આશયથી બીજા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫ જોડાઓના નિકાહ કરવામાં આવ્યા હતા.ખલીફાએ હુજુર તાજુ સરીયા સલીમબાપુ,ઐયુબ બાપુ આણંદ,મ.રફિક જે દિવાન કિસ્મત, મુલતાનશા બાપુ,મોલાના હુશેન શા ખંભાત,રફિક સેમસંગ, યાસીન બાપુ,અનવરશાબાપુ ચુડા,આમદશા બાપુ રાજકોટ, રહિમ બાપુ ઉપલેટા, ઈમતયાજબાપુ, હકિમબાપુ સુરેન્દ્રનગર, કાળુશા બાપુ રાણપુર,રફિક બાપુ, મકબુલબાપુ સરખેજ તથા આગેવાનો,મહાનુભાવો,વડીલો ,સમાજના હિતેચ્છુઓ,કારયકરો એ હાજરી આપી દુલ્હા દુલ્હન શુભેચ્છાઓ પાઠવી દુવાઓ થી નવાજવામાં આવ્યા હતા. સાથે સમસ્ત સુન્ની મુસ્લિમ ફકિર સમાજ ના પ્રમુખ સલીમ મુલલાહ તથા પુરી ટીમ દ્વારા આવેલ મહેમાનો નુ ફુલહાર ટોફી આપી સ્વાગત કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમ દરમિયાન સમાજને ફિજુલ ખર્ચા દૂર રહી કોમી એકતાના પ્રતીક જાગૃતિ નો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.અને મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકીર સમાજ ના અગ્રણીઓ દ્વારા પ્રમુખ સલીમ મુલલાહ બાપુ નુ શાલ ઓઢાડી ફુલહાર થી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here