પંચમહાલ જિલ્લામાં ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન,ગોધરા દ્વારા નિઃશુલ્ક તાલીમ અને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

જિલ્લાની ૩૫ બહેનોને ૩૦ દિવસની સીવણકામની તાલીમ આપીને સર્ટિફિકેટ વિતરણ કરાયા

મહિલાઓની આર્થિક આજીવિકામાં સુધારો થાય તે હેતુથી પંચમહાલ જિલ્લામાં ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (આર-સેટી) ગોધરા દ્વારા વિવિધ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવે છે. RSETI ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લાની ૩૫ બહેનોને ૩૦ દિવસની સીવણકામની તાલીમ આપીને ટ્રેનિંગના અંતિમ દિવસે ગોધરા ખાતે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ તકે પંચમહાલ જિલ્લા LDMશ્રી સતેન્દ્ર રાવ,RSETI ડાયરેક્ટરશ્રી દેવીદાસ દેશમુખ અને DRDA વિભાગના કર્મચારીઓએ હાજર રહીને બહેનોને સ્વરોજગાર માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે RSETI દ્વારા ૧૦ દિવસની ફાસ્ટ ફૂડ અને સ્ટોલ ઉદ્યમી તાલીમ માટે રજીસ્ટ્રેશન કરવાનો પ્રારંભ કરાયો છે આ અંગે વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૦૯૯૦ ૭૫૮૯૯ પર સંપર્ક કરવા જણાવ્યું છે.
ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (આર-સેટી) અંતર્ગત સમગ્ર ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારનાં ગરીબ કુટુંબના ૧૮ થી ૪૫ વર્ષના યુવાન/યુવતીઓને સ્વરોજગારી અંગેની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે.ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન અંતર્ગત અપાતા તાલીમ કોર્સનો સમયગાળો ૬ થી ૪પ દિવસનો હોય છે, જેમાં ૬૧ પ્રકારના કોર્સની તાલીમ આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here