પંચમહાલ જિલ્લામાં ખર્ચ ઓબ્ઝર્વરશ્રીએ AEO/FST/SST ટીમની મુલકાત લઇ જરૂરી માર્ગદર્શન આપ્યું

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરશ્રી આર.સી.ચેતન (IRS) અને અનુજ ગર્ગ (IRS) દ્વારા માર્ગદર્શન અપાયું

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ને લઈને પંચમહાલ જિલ્લામાં ચૂંટણીલક્ષી વિવિધ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજરોજ ગોધરા કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરશ્રી આર.સી.ચેતન (IRS) અને અનુજ ગર્ગ (IRS) તથા પંચમહાલ જિલ્લામાં નિમણૂક પામેલ AEO/FST/SST ટીમની સાથે બેઠક યોજીને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડીને વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી નેહા ગુપ્તાએ પંચમહાલ જિલ્લાની ચૂંટણીલક્ષી તૈયારીઓની કામગીરી અંગે ઉપસ્થિતોને પ્રેઝન્ટેશનના રૂપે માહિતગાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અનુસંધાને ચૂંટણી ખર્ચને નિયંત્રણમાં રાખવા અને ખર્ચ અંગે મોનિટરીંગ કરવા અંગે વિવિધ જોગવાઈઓ કરેલ છે.

આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયા, પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા સહિત જિલ્લામાં નિમણુંક પામેલ વિવિધ નોડલ અધિકારીઓ અને AEO/FST/SST ટીમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here