પંચમહાલ જિલ્લામાં કલેકટર કચેરી, ગોધરાનાં પ્રવેશદ્વાર ખાતે આત્મા પ્રોજેક્ટના સહયોગથી પ્રાકૃતિક કૃષિ પેદાશો સાથે કેસુડાના ફૂલોનું વેચાણ

ગોધરા, (પંચમહાલ)-ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી તેમજ ચેરમેનશ્રી આત્મા અને જિલ્લા વિકાસ અધિકારી, પંચમહાલ ગોધરાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ વ્યવસાયનો વ્યાપ વધે અને જિલ્લા અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેવા હેતુસર ખેતીવાડી અને આત્મા પ્રોજેક્ટનાં સહયોગથી જિલ્લા કલેકટર કચેરીનાં પ્રવેશદ્વાર ગોધરા ખાતે ગોધરા તાલુકાના કાશીપુરા ગામના છેલીયાભાઈ રાઠવાએ પ્રાકૃતિક કૃષિ પેદાશ હળદર સાથે કેસુડાના ફૂલોનું વેચાણ અર્થે સ્ટોલ ગોઠવેલ છે ફાગણ આવ્યો મારે આંગણે એ કહેવત મુજબ કેસુડાના ફૂલો આર્યુવેદિક રીતે મહત્વનું સ્થાન ધરાવે છે. કારણ કે વિવિધ ચામડીના રોગોમાં સારી એવી રાહત આપી દર્દ મટાળે છે તેમજ હોળી ધુળેટીના તહેવારોમાં આ કેસુડાના ફૂલો માંથી કલર બનાવવા માટે પણ મોટા પાયે ઉપયોગ થાય છે. જેનો હોળી ધુળેટીના તહેવારો સુધી પંચમહાલ જિલ્લાના પ્રજાજનોએ લાભ લઇ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા સારું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here