પંચમહાલ જિલ્લાની મોટરીંગ પબ્લીક પ્રાઇવેટ મોટર કાર માટે જીજે-૧૭-સીએ તેમજ સ્કુટર/મોટર સાયકલ માટે જીજે-૧૭-સીબી નવી સીરીઝ શરૂ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પસંદગીના નંબર મેળવવા અરજદારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે

પંચમહાલ જિલ્લાની મોટરીંગ પબ્લીકને જણાવવાનું કે પ્રાઇવેટ મોટર કાર માટે જીજે-૧૭-સીએ ૦૦૦૧ થી ૯૯૯૯ તેમજ સ્કુટર/મોટર સાયકલ વાહનો માટે ૧લી સપ્ટેમ્બરના રોજ થી જીજે-૧૭-સીબી ૦૦૦૧ થી ૯૯૯૯ સુધીના નંબર નવી નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. જેમાં પસંદગીના નંબર મેળવવા માગતાં અરજદારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની તા.૨૪/૦૮/૨૦૨૧ સવારે ૧૦.૩૦ કલાકે થી તા.૩૦/૦૮/૨૦૨૧ સાંજે ૧૮.૦૦ કલાક સુધીનો સમય રહેશે અને બીડીંગ તા.૩૧/૦૮/૨૦૨૧ ના સમય સવારે ૧૦.૩૦ કલાક થી સાંજે ૧૮.૧૦ કલાક સુધીનો રહેશે. ત્યારબાદ તા.૦૧/૦૯/૨૦૨૧ ના રોજ થી પસંદગીના નંબરોની ફાળવણી કરવામાં આવશે. સદર પસંદગીના નંબરોની અરજી કરવા માટે વેબ સાઇટ http://parivahan.gov.in/fancy/ છે. પસંદગીનો નેબર મેળવવા ઇચ્છતા અરજદારોએ તેઓના વાહનનો કર ભર્યા તારીખ થી દિન-૭(સાત)ની અંદર ઉપરોકત દર્શાવેલ વેબ સાઇટ ઉપર જઇ CNA ર્ફોમ ભરવુ ફરજીયાત છે. જો અરજદાર સદર CNA ર્ફોમ ભરવાનું ચુકી જશે તો પસંદગીનો નંબર મેળવવા માટે યોગ્યતા ધરાવશે નહી જેની ખાસ નોંધ લેવા ઇ.ચા. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ગોધરા પંચમહાલએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here