પંચમહાલ જીલ્લાના તાલીમાર્થીઓ માટે લશ્કરી ભરતી પૂર્વે સ્વામી વિવેકાનંદ પરિક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગનો સમાપન કાર્યક્રમ યોજયો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા રોજગાર ક્ચેરી પંચમહાલ દ્વારા જીલ્લાના ૩૦ ઉમેદવારો માટે લશ્કરી ભરતી પૂર્વે ૩૦ દિવસની સ્વામી વિવેકાનંદ પરિક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગનું આયોજન ૨૦મી જુલાઇ થી ૧૮મી ઓગસ્ટ સુધી કરવામાં આવ્યું હતું. જેનો ૧૮મી ઓગસ્ટે વરિયા સમાજની વાડી, ગોધરા ખાતે પંચમહાલ જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિમાલા જોશી ,જીલ્લા રોજગાર અધિકારીશ્રી એ.એલ.ચોહાણ અને વરિયા સમાજની વાડીના વહીવટદારશ્રીની ઉપસ્થતિમાં સમાપન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિમાલા જોશી એ જણાવ્યું કે આ ૩૦ દિવસની સ્વામી વિવેકાનંદ પરિક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગ ના આયોજન થકી તાલીમાર્થીને તાલીમ સમાપનની જગ્યાએ શરૂઆત સમજીને તૈયાર કરવા,અને હમેશા મોટું લક્ષ્ય રાખીને તૈયારી કરવા પ્રેરણા આપવામાં આવી છે . જે જીલ્લાના ઉમેદવારોને તાલીમ મળેલ છે તેનો મહતમ ઉપયોગ કરીને આર્મી,પિરા મીલીટરી ,પોલીસ અને સિક્યુરીટી જેવી ભરતીમાં સારો દેખાવ કરી દેશ સેવામાં જીલ્લાનું નામ રોશન કરવા અને પરિવારને આજીવિકા મેળવી મદદરૂપ થવા શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્પોર્ટ્સ કોમ્પેલેક્ષ,કનેલાવ ગ્રાઉન્ડ ખાતે તાલીમાર્થીઓને અધિક નિવાસી કલેકટરશ્રીએ તમામને શુભેચ્છા પાઠવી હતી.
આ તાલીમ કાર્યક્રમ અંગે જીલ્લા રોજગાર અધિકારીશ્રીએ જણાવ્યું કે એક્સ સર્વિસમેન તેમજ ગણિત,વિજ્ઞાન ,જનરલ નોલેજના ફેકલ્ટી હાજર રહી જીલ્લા રોજગાર કચેરી દ્વારા જીલ્લામાંથી રસ ધરાવતા ૧૪૦૦ જેટલા ઉમેદવારો માંથી પ્રી સ્ક્રુટીની કરીને ૩૦ ઉમેદવારોની તાલીમ માટે પસંદગી કરવામાં આવેલ હતી. તાલીમાર્થીને કુલ ૨૪૦ કલાકની તાલીમ આપવામાં આવેલ છે જેમાં ફીઝીકલ તાલીમ એક્સ આર્મીમેન દ્વારા સ્પોર્ટ્સ કોમ્પેલેક્ષ,કનેલાવ ગ્રાઉન્ડ ખાતે આપવામાં આવી હતી. જયારે બૌધિક લેખિત પરિક્ષાલક્ષી તાલીમ વરિયા સમાજની વાડી ,ગોધરા ખાતે આપવામાં આવી હતી તેમજ તાલીમાર્થીને વિના મુલ્યે રહેવાની,જમવાની સુવિધા પણ આપવામાં આવી હતી અને ૮૦ % થી વધુ હાજરી ધરાવતા તાલીમાર્થીને માસિક ૧૦૦/- રૂપિયા સ્ટાઇપંડ ચુકવવામાં આવશે. સાથે તાલીમના સમાપન કાર્યક્રમમાં તાલીમાર્થીને મહાનુભાવોના હસ્તે પરિક્ષાલક્ષી સાહિત્ય આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here