પંચમહાલ જિલ્લાના ૨૬ જેટલા વિસ્તારોને ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટમાંથી મુક્ત કરાયા…

ગોધરા,(પંચમહાલ)

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં હાલોલ નગરપાલિકાના રાજેશ્વર નગર, ગીતાનગર સોસાયટી, ગોકુલનગર-૧, સુભાષ શેરી, શ્રી હરિ સોસાયટી, ધવલપાર્ક સોસાયટી, રણછોડનગર-૧, મંગલમ પાર્ક/ નીલકંઠ એવન્યુ, સોની ફળીયા, આમ્રપાલી-૬ સોસાયટી, દર્પણ સોસાયટી-૨, હાલોલ તાલુકાના કંજરી ગામના કાછીયાવાડ, રામનગર, રામેશરા ગામમાં સમાવિષ્ટ ચોકડી વિસ્તાર, ઘોઘમ્બા તાલુકાના ઘોઘમ્બા ગામનો ફાટક વિસ્તાર, શહેરા નગરપાલિકાનો સ્વામિનારાયણ મંદિર પાસેનો વિસ્તાર, શહેરા તાલુકામાં ધમાઈ ગામનાં ટેકરા વાળા ફળીયા વિસ્તાર, નાદરવા ગામમાં સમાવિષ્ટ ચોરા ફળીયા, ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં સમાવિષ્ટ ડબગર ફળિયું, કેવડિયા ગામમાં વણકરવાસ, ગોધરા નગરપાલિકાના શેઠવાડા (પીડિસી બેન્કની પાસે), મોહમંદી સોસાયટી, ઝૂલેલાલ સોસાયટી–૨ અને ૩, વ્હોરા ફળીયા(વ્હોરા ગ્રાઉન્ડ), નંદનવન સોસાયટી (બામરોલી રોડ), કાલોલ નગરપાલિકાના શ્રીનાથ સોસાયટી, હાઉસિંગ સોસાયટી, હાઉસિંગ સોસાયટી-૨, આશિયાના સોસાયટી તેમજ કાલોલ તાલુકાના બેઢિયા ગામમાં સમાવિષ્ટ સબુર કાળુંની મુવાડી, અડાદરા ગામમાં સમાવિષ્ટ હાઈસ્કૂલ પાસેનો વિસ્તાર, જેતપુર ગામમાં સમાવિષ્ટ પટેલ ફળિયું, વેજલપુર ગામમાં ખડાયતા ફળીયા વિસ્તારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં હાલની સ્થિતિએ ૪૩૫ સક્રિય કન્ટેઇનમેન્ટ વિસ્તારો છે જ્યારે ૧૩૨ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ મુક્ત કરી દેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here