પંચમહાલ જિલ્લાના નાગરિકો પીવાના પાણીને લગત હેલ્પલાઇન નંબર 1916 પર પોતાની ફરિયાદ નોધાવી શકે છે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગર દ્વારા ઓનલાઇન કમ્પ્લેઇન રજીસ્ટર કરવા માટે કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેનો ટોલ-ફ્રી હેલ્પ લાઇન નંબર 1916 છે. જેના પર પીવાના પાણીને લગત ફરિયાદ નોંધવામાં આવે છે અને સદર ફરિયાદનો નિકાલ થયેથી જે-તે વ્યક્તિને તેની જાણ કરવામાં આવે છે. કોઇપણ વ્યક્તિ સદર ટોલ-ફ્રી નંબર પર પાણીને લગતી વિવિધ પ્રકારની બાબતોને લગત ફરિયાદ જેવી કે હેન્ડપંપને લગત, સ્વચ્છતાને લગત, પાણી ક્વોલીટીને લગત, પાણીના જથ્થાને લગત, વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાને લગત, જુથ પાણી પુરવઠા યોજનાને લગત, લાઇન લીકેજને લગત, પાણી ચોરીને લગત વગેરે બાબતે ફરિયાદ નોંધાવી શકે છે તેમ કાર્યપાલક ઇજનેરશ્રી જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ,ગુ.પા.પુ. અને ગટર વ્યવસ્થા બોર્ડ ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here