પંચમહાલ : ચૂંટણી વિભાગ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધા૨ણા કાર્યક્રમ અંતર્ગત વિશેષ ઝુંબેશ…

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા તા.૧.૧૦.૨૦૨૨ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધા૨ણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. તા.૧૨/૦૮/૨૦૨૨ થી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્યાન મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ અમલમાં મુકેલ છે.

પંચમહાલ જિલ્લામાં મતદા૨યાદી ખાસ સંક્ષિપ્ત સુધા૨ણા કાર્યક્રમ-૨૦૨૨ તા.૧૨.૦૮.૨૦૨૨ થી શરૂ થયેલ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી ૪-રવિવા૨ ખાસ ઝુંબેશ તરીકે નક્કી થયેલ છે, તે અંતગર્ત તા.૨૮/૦૮/૨૦૨૨નાં રોજ દરેક બી.એલ.ઓ. તેમના બુથ પર સવારે ૧૦ વાગ્યા થી સાંજે ૫ વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવા/ભ૨વા હાજર રહેલ હતા.

તા.૨૮/૦૮/૨૦૨૨નાં રોજ ખાસ ઝુંબેશના દિવસે અત્રેના પંચમહાલ જિલ્લામાં ચુંટણી પ્રભાગ ગાંધીનગ૨ની કચેરીના અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી આર.કે પટેલ ધ્વા૨ા મુલાકાત લેવામા આવેલ હતી, જેમા ૧૮ થી ૧૯ વય જુથના તથા ૨૦ થી ૨૯ વય જુથના યુવા મતદારો, જેન્ડર રેસીયો, ઇપી રેસીયો ઓછા હોય તેવા મતદાર મથકોની મુલાકાત લેવામાં આવી તથા જીલ્લા કક્ષાએ સ્થાનીક ERO તથા AERO સાથે મતદાર યાદી સુધા૨ણા અંતર્ગત એક બેઠકનુ આયોજન ક૨વામાં આવેલ હતું તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પંચમહાલ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here