પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગમન બારિયાના મુવાડા ગામ ખાતે નવા આરોગ્ય કેન્દ્રનું કરાયું લોકાર્પણ…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

સરકારશ્રીના પ્રયાસોથી ગ્રામ્ય લેવલે આરોગ્ય સેવાઓમાં થયો છે વધારો, આજે સરકારી હોસ્પિટલો બની અદ્યતનજેઠાભાઇ ભરવાડ ( ઉપાધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા, ધારાસભ્ય શહેરા)

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગમન બારિયાના મુવાડા ગામે ખાતે નવિન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ( હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ) નું “લોકાર્પણ” ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરના ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના દ્વારા આધુનિક સુવિધાથી સજ્જ આ આરોગ્ય કેન્દ્રની નવીન ઈમારત બનાવામા આવી છે. ધારાસભ્ય શ્રી જેઠાભાઇ ભરવાડ દ્વારા આરોગ્ય કેન્દ્રના પ્રવેશ દ્વારે રીબીન કાપીને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સાથે તેમણે આ સેન્ટરમા આપવામા આવેલી સુવિધાઓનુ નિરિક્ષણ કર્યુ હતુ.

આ પ્રસંગે તેમણે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે સરકારશ્રીની વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતના દરેક ગામમાં માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. આજે ગ્રામ્ય લેવલે હેલ્થ સેન્ટર શરૂ થયા છે તથા સારવાર પણ ઉપલબ્ધ બની છે. આજે સરકારી હોસ્પિટલો અદ્યતન બની છે તથા શ્રેષ્ઠ દવાઓ પણ ઉપલબ્ધ થઇ છે.

આજના આ પ્રસંગે ન્યાય સમિતિના ચેરમેનશ્રી મણીબેન, ડૉ.કિરણસિંહ,મામલતદારશ્રી શહેરા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here