નાંદોદ 148 વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય પી. ડી. વસાવાની ટિકિટ કપાઈ

નાંદોદ, (નર્મદા) આશિક પઠાણ :-

એક વાર ચૂંટણી લડેલા અને હારેલા યુવા નેતા હરેશ વસાવા ને કોંગ્રેસ પાર્ટી એ પોતના ઉમેદવાર જાહેર કર્યા

નર્મદા જીલ્લા ના એકજ સુંદરપુરા ગામ માંથી બે ઉમેદવારો કોંગ્રેસ ના હરેશ વસાવા અને અપક્ષ હર્ષદ વસાવા ચૂંટણી જંગમાં

નર્મદા જીલ્લા ની 148 નાંદોદ વિધાનસભા બેઠક માટે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે ડૉ. દર્શના બેન દેશમુખ ની જાહેરાત કર્યા બાદ ભાજપા માં બળવો કરી પુર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા એ આજરોજ અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ આજરોજ કાઁગ્રેસ પાર્ટીના ઉમેદવાર ની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં રનિંગ ધારાસભ્ય અને પીઢ નેતા પી.ડી.વસાવા ની ટિકિટ કાપી કાઁગ્રેસ પાર્ટી ના પ્રદેશ સંગઠન માં મહામંત્રી તરિકે ની સેવા બજાવતા યુવા નેતા હરેશ વસાવા ને કોંગ્રેસ પાર્ટી એ પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

કોંગ્રેસ મોવડી મંડળ તરફ થી વિધાનસભા ના રનીંગ ધારાસભ્યો ને ફરીવાર ઉમેદવાર તરીકે ચાલું રાખવા ની ચર્ચાઓ થઈ હતી પરંતુ જે ધારાસભ્યો નો રેકોર્ડ કાર્ડ ખરાબ હોય, લોક સંપર્ક વિહોણા હોય અને કાર્યકરો માં અસંતોષ હોય તેવાઓને પડતાં મુકી અન્ય ઉમેદવારો ને ચાન્સ આપી જનતા સમક્ષ જવાનો પાર્ટી એ મન બનાવ્યું હોય ને ધારાસભ્ય પી ડી વસાવા નું પત્તું કપાયું હતું,અને યુવા નેતા હરેશ વસાવા ઉપર કોંગ્રેસ ઉમેદવાર તરીકે પસંદગી નો કળશ ઢોળાયો છે.

કોંગ્રેસ પાર્ટી માંથી નાંદોદ તાલુકા માંથી ધારાસભ્ય પી ડી વસાવા સહિત તેમનાં જ ગામ ભુચાડ નાં યુવા કોંગ્રેસી નિલેશ વસાવા એ પણ ટિકિટ માંગી હતી,આ ઊપરાંત ધારાસભ્યના પુત્ર જતીન વસાવા, પુત્રી મનીષા બેન સહિત કાઁગ્રેસ ના જીલ્લા ઉપપ્રમુખ જયંતીભાઈ વસાવા, પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી હરેશ વસાવા એ ટિકિટ માંગી હતી. જયારે ગરૂડેશ્વર તાલુકા માંથી તડવી સમાજ ના આગેવાન રમણભાઈ તડવી, અને રણજીત તડવી સહિત ગરૂડેશ્વર તાલુકા માંથી દેવળીયા ના સરપંચ રાજુ ભાઇ ભીલ સહિત કપુરભાઇ ભીલ સહિત ના કોંગ્રેસી કાર્યકરો ટિકિટ ની રેષ મા હતા.

આ તમામ પાસાઓ સહિત ભાજપા દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવેલ ડૉ. દર્શનાબેન દેશમુખ ને ધ્યાન મા રાખી તેમજ ભાજપા માં બળવો કરી ઉમેદવારી કરનાર માજી સંસદીય સચિવ હર્ષદ વસાવા ની ઉમેદવારી ને ધ્યાન મા રાખી આજરોજ મોડી સાંજે કાઁગ્રેસ દ્વારા નાંદોદ વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવાર તરીકે હરેશ વસાવા ના નામની જાહેરાત કરવામાં આવી છે.

નાંદોદ તાલુકાના રાજકિય સમીકરણો જોતા હવે ભાજપા , કાઁગ્રેસ, આમ આદમી પાર્ટી,BTP સહિત ભાજપા મા બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનાર હર્ષદ વસાવા વચ્ચે ચૂંટણી જંગ ખેલાસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here