નર્મદા જીલ્લામાં ભાજપા સહિત કાઁગ્રેસ દ્વારા ઉમેદવારની પસંદગીમા અવગણના થતાં તડવી સમાજમા આક્રોશ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નાંદોદ વિધાનસભા ઉમેદવારની જાહેરાત બાદ ભાજપા માં ભડકો હવે કોંગ્રેસ માં પણ ભડકા ના એંધાણ

નાંદોદ વિધાનસભા માં 80 હજાર જેટલા તડવી મતદારો છતાં એકપણ રાજકિય પક્ષ દ્વારા નોંધ જ ના લેવાતા તડવી સમાજ મિટિંગ કરી પોતાનો ઉમેદવાર નક્કી કરે ની સંભાવનાઓ

આવતી કાલે ગરૂડેશ્વર મહાકાળી એન્કલેવ ખાતે તડવી સમાજ એકત્રિત થયી રણનીતિ ઘડસે નાં વહેતા થયા મેસેજ

ભારતિય રાજનીતિ માં જ્ઞાતિ જાતિ ના સમીકરણો અતિ મહત્વ ના હોય છે, ચૂંટણી લડતા ઉમેદવારો ની લાયકાત ની સાથે સાથે આ સમીકરણ ને પણ રાજકિય પક્ષો ચુંટણીઓ સમયે ધ્યાન મા રાખતા હોય છે,અને આ સમીકરણો હાર જીત માટે કારગર પણ નિવડતા હોય છે. જે તે વિસ્તારો ની વસ્તી કઈ કઈ જ્ઞાતિ જાતિ ની છે તે જોઇ ઉમેદવાર ની પસંદગી થયી હોય તો પરિણામો મેળવવામાં પણ સફળતા પ્રાપ્ત થતી હોય છે.જે જ્ઞાતિ જાતિ ની વસ્તી વધારે હોય અને કોઇ રાજકીય પક્ષ તેની અવગણતા કરે તેઓને પ્રતિનિધિત્વ ના આપે તો પરિણામો પણ વિપરીત આવતાં હોય છે ,અને સમગ્ર જ્ઞાતિ જાતિ ના રોષ ના ભોગ બનવું પડતું હોય છે.

કઈક આવીજ પરિસ્થિતિ નું નિર્માણ નર્મદા જીલ્લા માં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવાર ની જાહેરાત થતાં સર્જાયેલ છે, ભાજપા સહિત કોંગ્રેસ પાર્ટી એ નાંદોદ વિધાનસભા માં લગભગ 80 હજાર જેટલા તડવી સમાજ ના મતદારો હોવા છતાં તેઓની ઉપેક્ષા કરી વસાવા સમાજ ઉપર પસંદગી નો કળશ ઢોળ્યો છે અને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે . ભાજપા માથી પુર્વ વન મંત્રી શબ્દશરણ તડવી પ્રબળ દાવેદાર ટિકિટ મેળવવા માટે હતા પણ તેઓની જગ્યા એ ડૉ. દર્શનાબેન દેશમુખ ને ટિકિટ ફાળવી દેવાઇ આવુજ કઈક કાઁગ્રેસ પાર્ટી એ પણ કર્યુ કાઁગ્રેસ પાર્ટી એ પોતાના સિટિંગ ધારાસભ્ય પી ડી વસાવા ની ટિકિટ કાપી ને હરેશ વસાવા ને ટિકિટ ફાળવી કાઁગ્રેસ પાર્ટી મા સ્વ. દિનેશભાઈ તડવી ( મહાકાલી) નાં પુત્ર રણજીત તડવી એ કોંગ્રેસ પાર્ટી પાસે નાંદોદ વિધાનસભા ચૂંટણી લડવા ટિકિટ માંગી હતી અને તેઓ પ્રબળ દાવેદાર પણ મનાતા હતા કારણ પણ સ્પષ્ટ છે કોઈ ઍક સમાજ ના વિધાનસભા બેઠક ના મતદારો ની વાત કરીએ તો તડવી સમાજ ના મતદારો ની સંખ્યા નાંદોદ વિધાનસભા માં સહુથી વધુ છે, સમાજ ને અપેક્ષા પણ હતી કે આં વખતે જો ધારાસભ્ય પી ડી વસાવા ની ટિકિટ કપાય તો તડવી સમાજ ને કોંગ્રેસ પાર્ટી પ્રાધાન્ય આપી પ્રતિનિધિત્વ કરવાની ઍક તક આપશે જે આજ સુધી યોજાયેલ વિધાનસભા ની કોઈ પણ ચૂંટણી માં આપવામા આવી નથી!!!

પરંતુ તડવી સમાજ ની અપેક્ષા ઠગારી નીવડી અને વસાવા સમાજ નેજ રાજકિય પક્ષો એ પ્રાધાન્ય આપ્યું ત્યારે હવે તડવી સમાજ એકત્રિત થઈ રહયો છે, સમાજનાં આગેવાનો,બુદ્ધિજીવીઓ, યુવાનો પોતાના સમાજ ને રાજકિય પક્ષો દ્વારા અવગણના કરવામાં આવતાં અપક્ષ ઉમેદવારી કરાવવા માટે કોઈ ઍક નામ ની મ્હોર મારવા ના મૂડમાં દેખાઈ રહ્યા છે,આ માટે સોશિયલ મીડિયામાં મેસેજ કરી ને સમાજ ને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે.

ગરૂડેશ્વર ખાતે મહાકાલી એન્કલોવ ખાતે આજરોજ સવારે ભેગા થયી સર્વ સંમતિ થી તડવી સમાજ દ્વારા કોઈ એક ઉમેદવાર ને ચૂંટણી ના મેદાનમાં ઉતારવામાં આવે તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here