અલીપુરા ચાર રસ્તા નજીકમાં રખડતા ઢોરે વૃદ્ધને અડફેટમા લેતા સારવાર માટે ખસેડાયા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પ્રાપ્ત વિગતો અનુસાર બોડેલી માં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે આજે એક વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લીતા ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે બોડેલી ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

રખડતા પશુએ હુમલો કરતા અફરાતફરી મચી બોડેલી . ડભોઈ રોડ પર રમેશ ભાઈ પોતાના કામ અર્થે સેવાસદન માં જતા તે દરમિયાન રખડતાં પશુએ વૃદ્ધને અડફેટે લીધા હતા. ત્યારબાદ લોકોના ટોળા એકઠા થયા હતા અને અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. રખડતા પશુએ રમેશ ભાઈ પર હુમલો કરતા આસપાસના લીકો દોડી આવ્યા હતા અને તેવો ઓ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવીને પગે ઇજા પહોચતા રમેશ ભાઈ ને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here