નસવાડી : બરોલી ગ્રામ પંચાયતમાં સતત 6 વાર સભ્યપદ સંભાળ્યા બાદ સરપંચની પદવી મેળવી

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

બરોલી ગામમાં વર્ષો થી પ્રજાની સેવામાં પોતાનું જીવન નીછાવર કરનાર એવા અંબાલાલભાઈ રામજીભાઈ રાઠવા એમતો એમને 40 વર્ષ થી પોતાનુ જીવન પ્રજાની સેવામાં અર્પણ કર્યું છે અને એમની નિષ્ઠાવાન સેવાએ એમને સરપંચ પદ સુધી પહોંચાડી દીધા છે અને ગામમાં અનેક પ્રશ્નોનુ નિવારણ એમના હસ્તે થયેલ છે જેમાં સરકારી યોજનાઓ ના લાભ જેવાકે આવાસ યોજના વિધવા સહાય વૃદ્ધ પેન્શન એવા ઘણા લાભો ગામમાં અપાવ્યા છે અને બરોલી થી નસવાડી સુધીના ધક્કા પોતાના ખર્ચે ખઈ ને પ્રજાને લાભો અપાવ્યા છે જે આજે એમને સરપંચ સુધી પહોંચાડ્યા છે અને સારી કામગીરી ને લીધે સતત 6 વાર સભ્ય બન્યા અને 2 વાર ડેપ્યુટી સરપંચ બની ગામની સેવા કરી છે અને ચાલુ વર્ષે સરપંચના રૂપમાં મતદાતાઓએ એમને બેસાડ્યા છે એમના કેહવા પ્રમાણે દરેક સમાજે મત આપ્યા છે નાયકા સમાજ તડવી સમાજ ભીલ સમાજ રાઠવા સમાજ દરેક સમાજે મને મત આપી સરપંચ બનાવ્યો છે અને લગભગ 50 વર્ષ બાદ રાઠવા સમાજ માંથી સરપંચ ચૂંટાયા છે જે ઘણી આનંદની વાત છે અને હું મારા તમામ મત વિસ્તાર માં વિકાસ લક્ષી કામો કરી મારા વિસ્તારની પ્રગતિ કરવામાં સહભાગી બનીશ અને નિષ્ઠા થી પ્રજાની સેવામાં રહીશ જે આટલા વર્ષો થી મે કરી છે આમ કહી સરપંચ પદ મેળવનાર અંબાલાલભાઈ રામજીભાઈ રાઠવા એ દરેક સમાજનો આભાર માન્યો હતો અને તમામ મતદારોને અભિનંદન પાઠવ્યા હતા અને સાથો સાથ પૂર્વ સરપંચ અને પૂર્વ બાંધકામ સમિતિ ના ચેરમેન રમેશભાઈ જે હાલ આપણી વચ્ચે નથી રહ્યા એમનો ફોટો બનાવી વિજય સરઘસ માં એમની યાદ મા ફેરવવામાં આવ્યો હતો અને આ રીતે રમેશભાઈ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને નવા ચૂંટાયેલા સરપંચે ભીની આંખે જણાવ્યું કે સદા એમની યાદ અમારા દિલ માં અમર રહેશે એમ જણાવી વાતને વિરામ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here