આત્મનિર્ભર ગુજરાત સ્કિમ ફોર આસિસ્ટન્સ ટુ MSME-૨૦૨૨ હેઠળ MSME એકમોએ ZED સર્ટીફિકેશન મેળવવાનું રહેશે

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લાના UDYAM રજીસ્ટ્રેશન પોર્ટલ સાથે નોંધાયેલ તમામ MSME એકમો ZED પ્રમાણપત્ર અને સંબંધિત લાભો પ્રોત્સાહન મેળવવા માટે પાત્રતા ધરાવશે

કેન્દ્ર સરકારશ્રીએ MSME એકમોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા,તેમને ટકાઉ બનાવવા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન તરીકે પરિવર્તિત કરવા માટે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ (ZED) પહેલની કલ્પના કરી છે. કેન્દ્ર સરકારશ્રી દ્વારા દેશના MSMESને વૈશ્વિક ધોરણે સક્ષમ બનાવવાના હેતુથી ZED સર્ટીફિકેશન યોજના એપ્રિલ ૨૦૨૨માં જાહેર કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારશ્રીના ઉદ્દેશ્યને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સ્કિમ ફોર આસિસ્ટન્સ ટુ MSME-૨૦૨૨ હેઠળ MSME એકમો કાર્યક્ષમ બનીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રણાલી અપનાવી ZED સર્ટીફિકેશન મેળવવા થયેલ ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય (ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બાદ કર્યા પછી) આપવામાં આવે છે.
આથી પંચમહાલ જિલ્લાના MSME એકમોને જણાવવાનું કે UDYAM રજીસ્ટ્રેશન પોર્ટલ સાથે નોંધાયેલ તમામ MSME એકમો ZED પ્રમાણપત્ર અને સંબંધિત લાભો પ્રોત્સાહન મેળવવા માટે પાત્રતા ધરાવશે.આ સાથે MSME એકમે ZED સર્ટીફિકેટ મેળવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન (ની:શુલ્ક ફી) ભારત મુજબના ત્રણ ZED સર્ટીફિકેટ મેળવી શકશે.સરકારશ્રીના પોર્ટલ www.zed.msme.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.જેનાથી તેઓ ત્રણ પ્રકારના ઝેડ સર્ટિફિકેટ મેળવી શકશે.
ZED સર્ટીફિકેટ મેળવવાથી MSMEને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક તેમજ સક્ષમ બનાવવા માટે નાણાંકીય અને ટેક્નીકલ સપોર્ટ મળી રહેશે.અદ્યતન ટેકનોલોજી, સાધનોનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોના ઉત્પાદન માટે MSMEને પ્રોત્સાહિત કરવા અને પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર સાથે ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે તેમની પ્રક્રિયાઓને સતત અપગ્રેડ કરી શકાશે,નિકાસને સક્ષમ કરવા માટે MSME માં Zero defect ઉત્પાદનના વિકાસ માટે ઇકોસિસ્ટમ વિકસાવવાની અદ્યતન પહેલ બની રહેશે.ઉત્પાદકતામાં વધારો કરી શકે છે, પર્યાવરણીય જાગૃતિ વધારી શકે છે તેમજ કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી તેમના બજારોનું વિસ્તરણ કરી શકે છે.
ZED સર્ટીફિકેશનના લાભ મેળવવા માટે તેમજ MSME એકમોને જાગૃત કરવા અને નિયત થયેલ પદ્ધતિ અનુસરવા માટે મદદરૂપ થઇ શકાય તે હેતુથી Quality Council of India(QCI) એ એમ્પેનલ કરેલ એજન્સીઓ (૧) 4C Consulting Pvt Ltd.,(૨) Efforts Consulting, (3) Separis Knowledge Sol |Pvt ltd, (૪) Here Quality Excellence Pvt Ltd, (૫) Perfect Consulting (૬) Astraleus Service Pvt ltd દ્વારા MSME એકમોનો સંપર્ક કરવામાં આવે ત્યારે એમ્પેનલ એજન્સીઓને સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં, ZED રજીસ્ટ્રેશન અને સર્ટીફિકેશન માટે એમ્પેનલ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા હેન્ડહોલ્ડીંગ સપોર્ટ માટે MSME એકમોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ/ફી ચુકવવાની રહેશે નહિ.MSME એકમોને સરકારશ્રી તરફથી આપવામાં આવતી સહાય મેળવવામાં મદદરૂપ બનશે તેમ મદદનીશ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ગોધરા,પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here