નર્મદા જીલ્લાના ગરુડૈશવર તાલુકા પંચાયતમા 15 ટકા વિવેકાધીન વિકાસના કામો માટે વિવાદ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પ્રમુખના ગામ વવિયાલામા 25 લાખ રુપિયા ફાળવવામાં આવતા મામલો બિચકયો

ભાજપા સામે કોગ્રેસ ના વિપક્ષ નેતા એ પોતાની વિચારધારા વાળા ગામો માજ નાણાં ફાળવવામાં આવ્યા નો આરોપ લગાવ્યો

માનીતા વ્યક્તિઓને ગ્રાંટ ની વહેચણી કરાતા કલેક્ટર સહિત ડી. ડી. ઓ. ને ફરિયાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સહુ નો સાથ સહુનો વિકાસ ના દાવાઓ ઉપર નર્મદા જીલ્લા ના ગરુડૈશવર તાલુકા પંચાયત મા વિરોધ પક્ષ ના નેતા દક્ષાબેન તડવી સહિત ના પંચાયત ના સભ્યો એ સવાલો ઉભા કર્યા છે,અને સત્તાધારી ભાજપા ઉપર આરોપ લગાવ્યો છે કે વિકાસ ના કામો માટે ભાજપા શાસિત જ ગામો ને પ્રાધાન્ય આપ્યું છે.

ગરુડૈશવર તાલુકાપંચાયત ના 15 ટકા વિવેકાધીન ગ્રાંટ ના નાણાં થી થતા વિકાસ ના કામો ની વહેચણી દરેક તાલુકા પંચાયત ના સદસયો ની પોતાના વિસ્તાર માના કામો ની માગણી મુજબ થવી જોઇએ જેની જગ્યા એ અન્ય ઇસમો ની માગણીઓ ને ધ્યાને લઇને વિકાસ ના કામો માટે નાણાં ફાળવવામાં આવેલ છે.

કામ ની માગણી કરનારા ઓ આયોજન મંડળ ના સભ્યો પણ નથી કે પંચાયત મા ચુંટાયેલા પણ નથી છતા તેઓની માગણીઓ ને ધ્યાન મા રાખી ને કામો ફાળવવામાં આવેલ છે જેને વિકાસ ના કામો માટે ન્યાયિક ન કહેવાય નુ ગરુડૈશવર તાલુકા પંચાયત ના વિરોધ પક્ષ ના નેતા દક્ષાબેન તડવી સહિત ના પંચાયત ના સભ્યો એ આરોપ લગાવ્યો છે .
તાલુકા પંચાયત ગરુડૈશવર ના પ્રમુખ ના વવિયાલા ગામ મા રુપિયા 2515500 ના વિકાસ ના કામો મંજૂર કરવામાં આવ્યા છે, જયારે વિરોધ પક્ષ ના કામો ની જે રજુઆત થયેલ તેને અભરાઈએ ચઢાવી દેવામાં આવી છે.માનીતા વયકતિઓનેછેલ્લા ગ્રાંટ ની ફાળવણી કરી અન્ય ગામો સાથે ભારે અન્યાય કરવામાં આવેલ છે, ગરુડૈશવર તાલુકા ના 94 ગામો છે તમામ ગામો શે લક્ષ મા રાખી ને નાણાં ની ફાળવણી કરવી જોઈએ જેની જગ્યા એ પ્રમુખ ના ગામ મા ગોળ અને બીજા ને ખોળ ની ભાજપા ની નીતિ રીતિ સામે કોગ્રેસે તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપ્યુ હતુ અને જરુરી સુધારા કરી ન્યાયિક રીતે નાણાં ની ફાળવણી કરવાની માંગ કરી છે. જેની જાણ નર્મદા કલેક્ટર સહિત જીલ્લા વિકાસ અધિકારી ને પણ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here