નસવાડી નગરમા બે નાળા વચ્ચે રોડ બનાવી આજદિન સુધી કપચીના પાવડરનો છટકાવ કરાયો નથી…રોડ પરની કપચી ઉડીને લોકોને ઇજા કરે તો જવબદાર કોણ..!!?

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી નગરમાં જલારામ મંદિર થી સ્ટેશન વિસ્તારના બીજા નાળા સુધીનો રોડ બનાવવામાં આવેલ છે રોડ બન્યાને આજે છ થી આઠ દિવસ વીતી ગયા છે છતા પણ રોડ બનાવી રોડ પર જીણી કાપચીનો પાવડર છાંટવામાં આવ્યો નથી જેના કારણે રોડ પરની કપચી ઉડીને રાહદારીઓ ને વાગે છે અને વાહન ચાલક થી લઈ રાહદારીઓ સુધી આ ઘણી સમસ્યા છે આ રોડ પર પાવડર ના છાંટવાના કારણે રોડ પરની કપચી ધીમે ધીમે ઉખડે છે અને એને કારણે વાહન ચાલકો ના વાહનોમાં પંચર પડવાનો ભય પેદા થાય છે અને નસવાડી તાલુકો ૨૧૨ ગામ ધરાવતો તાલુકો છે જેથી તાલુકાના દરેક ગામના લોકો દિવાળીના લીધે ખરીદી કરવા માટે નસવાડી ગામમાં આવતા હોય છે અને આ ઉખડેલી કપચીના કારણે વાહનો માં પંચર પડે છે અને ગામડાના લોકો ટૂંકી આવક ના કારણે માંડ દિવાળીની ખરીદી કરેછે અને એમાં પણ આ પંચરનો વધારાના ખર્ચાનો ભોગ બને છે હવે લોકો આ ઉખડેલી કપચી થી લોકો પરેશાન છે.
પહેલા ખખડધજ રોડ થી પ્રજા પરેશાન હતી હવે ઉખડેલી કપચી થી લોકો પરેશાન છે તો હવે પ્રજા કરે તો શું કરે ? આવી પરિસ્થિતિ થઈ છે માંડ ખખડધજ રોડ થી રાહત મળી હતી હવે આ ઉખડેલી કપચી ની હાલાકી પ્રજા ને વેઠવાનો વારો આવ્યો છે એટલે નસવાડી ના જલારામ મંદિર થી સ્ટેશન વિસ્તાર ના બે નાળા વચ્ચે બનેલા રોડ પર કોન્ટ્રાક્ટર વહેલી તકે એનુ નિરાકરણ લાવે જેથી વાહનોના ટાયરો ને થતુ નુકશાન અટકે એવી રાહદારીઓ અને વાહન ચાલકો ની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here