નસવાડી તાલુકા પ્રમુખ રાજુભાઈ રાઠવાએ મોડેલ સ્કૂલ તણખલાની લીધી મુલાકાત…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

લિંડા અને ગોઝારીયા સ્કૂલની ભોજન બાબતે જે બુમો ઉઠી તેને ધ્યાને લઈ લીધી મુલાકાત

નસવાડી તાલુકા ના તણખલા ગામે મોડેલ સ્કૂલ ચાલે છે અને હાલ લિંડા મોડેલ સ્કૂલ ત્યાર બાદ કવાંટ ગોઝારીયા મોડેલ સ્કૂલ માં ભોજન બાબતે વિદ્યાર્થીઓ એ જે વિરોધ દર્શાવ્યો હતો ગુણવત્તા વગર નું ભોજન આપવામાં આવતું હતું તે બાબત ઘણી વાયુ વેગે વહેતી થઈ છે તે બાબત ની નસવાડીના તાલુકા પ્રમુખ ને જાણ થતાં તણખલા મોડેલ સ્કૂલ માં મુલાકાત લીધી હતી જેમાં વદ્યાર્થીઓને તણખલા મોડેલ સ્કૂલ માં કેવું જમવાનું આપવામાં આવેછે તેની તપાસ કરવા માટે રાજુભાઈ રાઠવા જાતે ગયા હતા અને ત્યાં જાતે રસોડા કેવા છે જમવાનું કેવું બનેછે તેની જાણ માટે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને સમૂહ માં બેસાડી પૂછ પરછ રાજુભાઈ દ્વારા પૂછવામાં આવી હતી પરંતુ હાલ ત્યાં કોઈ પરેશાની નથી એવું જાણવા મળેલ છે અને રાજુભાઈ ના જણાવ્યા પ્રમાણે હાલ ત્યાં સારૂ જમવાનું અપાય છે અને લગભગ મારી મુલાકાત હતી ત્યારે કોઈ પણ વિદ્યાર્થી એ ખરાબ જમવાનું છે એવું કહ્યુ નથી અને હકારાત્મક જવાબો ત્યાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા મળ્યા છે તો ત્યાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હાલ છે નથી અને હાલ બધુ વ્યવસ્થિત છે એમ જણાવવામાં આવ્યું હતું અને કદાચ ભવિષ્યમાં કોઈ પણ તકલીફ પડે કે જમવા બાબતે કઈ આઘુ પાછું થાય તો મને જાણ કરવી એમ નસવાડી તાલુકા પ્રમુખ રાજુભાઈ રાઠવા એ વિદ્યાર્થીઓ ને જાણ કરી છે અને મુલાકાત દરમિયાન બધુ સારૂ ચાલેછે એમ તાલુકા પ્રમુખે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here