નસવાડી તાલુકાની 45 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી 35 કલાક ચાલે તેવી સ્થિતિ… બપોર સુધીમા 9 ગ્રામ પંચાયતોના પરિણામો આવ્યા.. જીતેલા ઉમેદવારોએ ઢોલ નગરા સાથે વિજય સરગસ કાઢ્યા

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાની 45 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી તાલુકા સેવાસદન ખાતે સવારે 9 વાગ્યા થી શરૂ થઈ હતી.11ટેબલો બનાવામાં આવ્યા. અને 80 જેટલાં કર્મચારીઓ મત ગણતરી ની કામગીરી મા જોતરાયા નસવાડી તાલુકામાથી હજારો ની સંખ્યા મા સભ્યો અને સરપંચના સમર્થકો તાલુકા સેવાસદન ખાતે ઉમટી પડ્યા. નસવાડી પોલીસ દ્રારા સેવા સદન જવાના રસ્તા ઉપર વાહનો ઉપર પ્રતિબઘ મૂકી દીધો.2 કિલોમીટર સમર્થકો, ઉમેદવારો અને એજન્ટો ને પગપાળા જવા નો વારો આવ્યો. જયારે મત ગણતરી સેન્ટર ઉપર પીવાના પાણી નુ એકજ ટેન્કર પ્રજા માટે મુકવામાં આવતા પાણી માટે લોકો એ પડામ પડી કરી હતી. નસવાડી મા મત ગણતરી સેન્ટર ઉપર 35 કલાક થી વધુ મત ગણતરી ચાલે તેવી સ્થિતિ નુ નિર્માણ થયું છે. જેનું મુખ્ય કારણ મત પેટીયોમાં ગુલાબી કલર ના બેલેટ પેપર સરપંચ પદના છે અને સભ્ય પદ ના સફેદ કલર ના બેલેટ પેપર છે એકજ મત પેટી મા મતદાન કેન્દ્ર ઉપર નાખવામાં આવતા હોવાથી ગણતરી માટે પેટી માંથી જયારે ખોલવામાં આવે છે મત ગણતરી કેન્દ્ર ના કર્મચારી ઓને પહેલા સરપંચ પદ ના બેલેટ પેપર કરવા પડે છે. અને સભ્ય પદ ના બેલેટ પેપર અલગ કરવા પડે છે. ત્યાર બાદ મત ગણતરી થાઈ છે અને જેના લીધે મત ગણતરી મા ગણો સમય જાય છે બપોર સુથીમા 9 ગ્રામ પંચાયત ના પરિણામ આવી ગયા છે.

સરપંચપદના જીતેલા ઉમેદવારના નામ:-
તાલુકો : નસવાડી

ગામ : ભાખા
વિજેતા સરપંચ : વિઠ્ઠલભાઈ છોટાભાઈ ભીલ
ગામ : વઘાચ
વિજેતા સરપંચ : રમણભાઈ જેસીંગભાઈ ભીલ
ગામ : સાંકળ-ત
વિજેતા સરપંચ : જસીબેન ભગવાનભાઈ ભીલ
ગામ : લીંડા
વિજેતા સરપંચ : જયદીપભાઈ જયેશભાઈ ભીલ
ગામ : ધારસિમેલ
વિજેતા સરપંચ : રજીબેન સિંગાભાઈ ડુ. ભીલ
ગામ : પાલા
વિજેતા સરપંચ : ગોપાલભાઈ રતનભાઈ ભીલ
ગામ : જસ્કી
વિજેતા સરપંચ : પુનીબેન બાલુભાઈ ભીલ
ગામ : સરપાણી
વિજેતા સરપંચ : નીરજનભાઈ જલારામભાઈ રાઠવા
ગામ : કેવડી
વિજેતા સરપંચ : દાદનીયાભાઈ રામસિંહભાઈ ડુ.ભીલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here