ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલની અધ્યક્ષતામાં ૧૯મી મે એ ન્યુ એરા હાઇસ્કુલના મેદાન ગોધરા ખાતે યોગ શિબિર કાર્યક્રમ યોજાયો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

યોગમય બની સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે યોગ પ્રેરણાદાયી બનશે : રાજય આરોગ્ય મંત્રીશ્રી નિમીષાબેન સુથાર

ગુજરાત રાજયમાં યોગની પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે અને જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. બોર્ડનો હેતુ રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના યોગમય ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે યોગમય પંચમહાલ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલ ની અધ્યક્ષતામાં અને રાજય આરોગ્ય મંત્રીશ્રી નિમીષાબેનની પ્રેરક ઉપસ્થિતમાં તા.૧૯મી મે ના રોજ સવારના ૦૬-૦૦ કલાકથી ૦૭-૩૦ કલાક સુધી ન્યુ એરા હાઇસ્કુલનું મેદાન, સાયન્સ કોલેજ રોડ, જાફરાબાદ, ગોધરા, પંચમહાલ ખાતે મંગલદીપ પ્રગટાવી યોગ શિબિર કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ યોગ શિબર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલે જણાવ્યું હતું કે યોગ સાથે જોડાયેલ યોગકોચ, યોગ ટ્રેનરને પંચમહાલ જિલ્લામાં ઘરે ઘરે પહોંચી જિલ્લાના પ્રજાજનોને યોગની માહિતી સાથે માર્ગદર્શન આપી યોગમય બનાવવા માટે હાકલ કરી હતી. આ શિબિરમાં તેમના દ્રારા યોગના વિવિધ આસનો સાથે વિસ્તૃત સમજ આપી યોગ થી થતા ફાયદા વિશે ઉપસ્થિતોને યોગમય બનાવ્યા હતા.
આ યોગ શિબિરમાં રાજય આરોગ્ય મંત્રીશ્રી નિમીષાબેને જણાવ્યું હતુ કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા યોજાયેલ શિબિરમાં જોડાઇને તેમ યોગમય બની સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે તેમને પ્રેરણાદાયી બનશે સાથે તેમ પણ બીજાને યોગ થી માર્ગદર્શિત કરી યોગ સાથે જોડવા અનુરોધ કર્યા હતો.
પંચમહાલ જિલ્લાને યોગમય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા યોગ પે ચર્ચા, યોગ જનજગૃતિ રેલી, યોગ શિબિર અને યોગ ચિંતન જેવા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જિલ્લાની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, અગ્રીણીઓ સહિત પ્રજાજનો જોડાઇ અને યોગમય બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here