નસવાડી : ડુંગર વિસ્તારના સિમલખડુ ગામમા નલ સે જલ યોજના ફેલ સાબિત થઈ… જવાબદાર કોણ..!?સરકાર કે કોન્ટ્રાકટર..!?

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ગ્રામજનોની ઉગ્ર રજુઆત કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી

સરકાર ઘરે ઘરે પાણી પહોંચાડવાની યોજનાઓ પાછળ લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ કોન્ટ્રાક્ટરો પોતાનું ખિસ્સું ભરે છે કામ વ્યવસ્થિત કરતા નથી એવા ગ્રામજનોના આક્ષેપો

નસવાડી તાલુકાના સિમલખડુ ગામમાં લોકોને વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે અને એને દૂર કરવા માટે નલ સે જલ યોજના થકી કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ એ કામગીરીથી ગ્રામજનોને સંતોષ ન થતા નસવાડી મામલતદાર કચેરીએ રજૂઆતો થઇ છે પરંતુ કોઈ નિરાકરણ આવેલ નથી જેને લઈ ગ્રામજનોએ નારાજગી દાખવી છે અને ગામ લોકોના કહેવા મુજબ સરકારના નિયમ પ્રમાણે જે પાણીની પાઇપો ઊંડે સુધી દબાવવી જોઈએ તે દબાવવામાં આવી નથી અને એક બે વેંત જેટલું ખોદીને ઉપરજ મૂકી દેવામાં આવેલી છે જેમાં ગામ લોકોનું કહેવુ છે કે ઉપર મુકેલી પાઇપો ઉપરથી કદાચ બાઈક કે વાહન કે બદળગાડુ પસાર થાય તો પણ તે તૂટી જાય અને જે નળ લગાવવામાં આવ્યા છે તે પણ કોઈ સપોર્ટ વગર તકલાદી પણે લગાવી દેવામાં આવ્યા છે અને જે ટેન્ડપોઝ બનાવાયા છે તેમાં પણ નજીકના કોતરમાંથી માટીવાડી રેતી નો ઉપયોગ કરવામાં આવ્યોછે અને કાદુવાડી રેતી વાપરી છે એમાં પણ સિમેન્ટ પૂરતા પ્રમાણમાં વાપરવામાં આવ્યો નથી અને હજુ તો કામગીરી ચાલુ છે ત્યાં તો સ્ટેન્ડપોઝ પર ધૂળ ઉડે છે અને પાણી ના નામે ભુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે એવા આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે અને સિમલખડુ ઉચાણ વાળા વિસ્તારમાં આવેલ ગામ છે જેમાં ચોમાસુ જતાની સાથેજ પીવાના પાણીની અછત આવી જાય છે અને પરિસ્થિતિ એવી પણ ઉભી થાયછે કે પીવા માટે પાણી પણ ઉછીનું માંગવું પડેછે તો આવા ગામમાં ભ્રષ્ટચાર કેવી રીતે કરી શકાય એમ ગ્રામજનો ના મુખે ચર્ચાય રહ્યું હતું અને આ પીવાના પાણીની સમસ્યા વર્ષોથી લોકો ભોગવી રહ્યા છે અને ગ્રામજનોના કહેવા પ્રમાણે 2015ની સાલમાં ગામમાં પીવાના પાણીની ટાંકી પણ બનાવવામાં આવી હતી પરંતુ આજદિન સુધી પાણીનું ટીપ્પુ પણ આવ્યું નથી અને એ ટાંકી પણ શોભના ગાંઠિયા સમાન ત્યાં ઉભી છે અને નલ સે જલ ની કામગીરી હજુ ચાલુ છે પણ કામમાં ધાંધિયા જોવા મળ્યા છે અને ગ્રામજનોએ રજુઆત કરી ત્યાર બાદ અધિકારીઓ સિમલખડુ ગામે જોવા માટે ગયેલા પણ સ્થળ તપાસ કરતા અધિકારીઓને પણ માલુમ પડ્યું કે ખરેખર કામગીરી વ્યવસ્થિત નથી અને ગામની મહિલાઓ અને પુરુષો દ્વારા ભ્રષ્ટાચાર બંધ કરો ના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને જે પાઇપો નાખી છે તેને ફરી ખોલી વ્યવસ્થિત કામગીરી થાય તેવી રજૂઆતો નિરીક્ષણ કરવા આવેલ અધિકારીઓ સમક્ષ મૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here