ગોધરામાં કિન્નર સમાજે દત્તક લીધેલી દીકરીના લગ્ન કરાવ્યા

ગોધરા, (પંચમહાલ) ચારણ એસ વી (ગોધરા) :-

પંચમહાલ જિલ્લાના ગોધરા નગરમાં કિન્નર સમાજે અનોખી પહેલ કરી એક અદભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે, કિન્નર સમાજે મધ્યમ વર્ગના પરિવારની પાંચ દીકરીઓને દત્તક લઈ તેવોના લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉપાડવાનો સંકલ્પ કર્યો હતો જે પૈકી એક દીકરીનું પંચમહાલમાં ગોધરા ખાતે ધામ ધૂમથી લગ્ન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કિન્નર સમાજ અગ્રણીઓએ જણાવ્યું હતું કે સમાજની નજરોમાં અમારું સ્થાન ભલે ન હોય પરંતુ અમે પણ એક સામાજિક વ્યક્તિ છીએ અને અમે અમારી દીકરઓના લગ્ન કરાવવાનું અભરખા પૂરા કરીશું માટે દીકરીઓને અમે દત્તક લીધી હતી કિન્નર સમાજ દ્વારા ગોધરામાં લુહાર સુથાર વાડી ખાતે તેઓએ દીકરીના લગ્ન પ્રસંગે હિન્દુ શાસ્ત્રોકત વિધિ પ્રમાણે સંગીતા દે અને રીન્કુ દે દ્વારા કરાઈ હતી ગોધરા કિન્નર સમાજની વાત કરીએ તો કોરોના કાળ માં તેઓ તેમના વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગના તમામ પરિવારો સાથે રહીને પોતાના ઘરે બનાવેલા ટિફિનો આપી જરૂરિયાતમંદોને મદદ કરવાની એક અનોખી પહેલ કરવામાં આવી હતી જેની બાદ કિન્નર સમાજમાં રહેતા સંગીતા દે દ્વારા પાંચ દીકરીઓને દત્તક લેવાઈ હતી જેના ભરણ પોષણ સહિત શિક્ષણનો તમામ ખર્ચ ગોધરા કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું હતું ગુરુવારે વધુ એક દત્તક દીકરી જાગૃતીબેન અભ્યાસ માટેનો ખર્ચ પણ ઉઠાવી લેવાયો હતો તેના હવે લગ્ન વડોદરા ખાતે કર્યા છે માટે ગોધરા ખાતે શાસ્ત્રોકત સાથે હિન્દુ પરંપરા મુજબ જાન તેડાવી લગ્ન વિધિ સપન્ન કરવામાં આવી જેમાં માતા-પિતાની ભૂમિકા હોય જે કિન્નર સમાજના સંગીતા દે અને રીન્કુ દે અને પૂજા દે ઓ દ્વારા કરવી હતી આ રીતે ગોધરા કિન્નર સમાજ દીકરીઓનું ધામ ધૂમતી લગ્ન કરાવી ને વિદાય આપીને તેઓના આંખોમાં આંસુ લાવ્યા હતા અને એક સમાજને શીખ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here