ઘોઘંબા તાલુકાના નાથપુરા ગામે ખેતરમા ઉગાડેલ લીલા ગાંજાના છોડ સાથે એક આરોપીને પકડી પાડતી પંચમહાલ એસ.ઓ.જી. પોલીસ

ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ નાર્કોટીકસ ડ્રગ્સના દુષણને નેસ્તનાબુદ કરવા સારુ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એન.આર. ચૌધરી એસ.ઓ.જી. શાખા ગોધરા નાઓને મળેલ બાતમી આધારે… પોલીસ ઇન્સ્પેકટર શ્રી એન.આર. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આર.આર. ગોહીલ અને પોલીસ સ્ટાફના માણસો તથા બે સરકારી પંચો સાથે ઘોઘંબા તાલુકાના નાથપુરા ગામે પુંજારીયા ફળીયામા રહેતા ગણપતભાઇ ઉઘીયાભાઇ રાઠવાના કબજા ભોગવટાના ખેતરમા બનાવેલ રહેણાક ઘર પાસે જઈ તેને સાથે રાખી તેના કબજા ભોગવટાના ખેતરમા ઝડતી તપાસ કરતા ખેતરમા બનાવેલ રહેણાક છાપરાની પાછળના ભાગે લીલા ગાંજાના વનસ્પતિજન્ય કુલ-૦૪ છોડ મળી આવેલ જેથી FSL અધિકારીશ્રીને સ્થળ ઉપર બોલાવવામા આવેલ અને મળી આવેલ ગાંજાના છોડનુ વજન કરાવતા કુલ વજન ૧૨,૦૧૨ કિ.ગ્રા થયેલ જેની કિં.રૂા.૧.૨૦,૧૨૦/- ની ગણી તપાસ અર્થે કબજે લઇ પોતાના કબજા ભોગવટાના ખેતરમા ગાંજાના છોડનુ વાવેતર કરનાર ગણપતભાઈ ઉંઘીયાભાઈ રાઠવા રહે. ગામ.નાથપુરા પુંજારીયા ફળીયુ તા.ઘોઘંબા જી.પંચમહાલના વિરુધ્ધ રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે NDPS એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:-
ગણપતભાઇ ઉઘીયાભાઇ રાઠવા રહે. ગામ.નાથપુરા પુંજારીયા ફળીયુ તા.ઘોઘંબા જી.પંચમહાલ
પકડાયેલ મુદ્દામાલ:-
લીલા ગાંજાના છોડ નંગ-૦૪ જેનુ વજન ૧૨.૦૧૨ કિ.ગ્રા જેની કિ.રૂા.૧,૨૦,૧૨૦/-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here