નસવાડી કુમાર શાળામાં વાલીઓને જાણ ન કરાતા બાળકો મોટી સંખ્યામાં અભ્યાસ અર્થે આવ્યા…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ગતરોજ સરકારે કરેલી જાહેરાત કે વધતા કોરોના ને લીધે ધો.1થી 8 બંધ છતાં પણ શિક્ષકો બે જવાબદાર બન્યા

નસવાડી ખાતે કુમાર શાળા તથા હાઈસ્કૂલમાં ધોરણ એક થી આંઠ ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા છે અને કાલે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તા.8 જાન્યુઆરી થી 31 ફેબ્રુઆરી સુધી સ્કૂલો ધોરણ એક થી આંઠ બંધ રહેશે છતાં કોઈએ કાંઈ ધ્યાન ન આપ્યુ અને શિક્ષકો દ્વારા વાલીઓને ટેલિફોનિક કે રૂબરૂ જાણ કરવામાં આવી નથી અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ માટે આવ્યા હતા અને હાલ નસવાડી તાલુકાના વઘાચ ગામે કોરોના પોઝીટીવ કેસ આવ્યો છે તો આવી પરિસ્થિતિ જો બાળકો જોડે સર્જાય તો એના જવાબદાર કોણ? અને ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખવો અને ઓફ લાઈન અભ્યાસ બંધ રાખવો જોઈએ છતાં પણ કોઈ શિક્ષક કે આચાર્ય એ ધ્યાન દોર્યું નથી અને છોકરાઓ સ્કૂલમાં આવી પહોંચ્યા હતા તો આવી સરકાર દ્વારા જાહેરાતો થાય ત્યારે શિક્ષક ગણ ધ્યાન આપે અને વાલીઓ વિદ્યાર્થીઓને જાણ કરે જેથી કોઈ સંક્રમિત ન થાય અને સંક્રમિત થાય તો કેલાક વિદ્યાર્થીઓ ને અસર થાય અને સંક્રમીતોની લાઈન પડે અને વાતાવરણ બગડે તો જવાબદારી કોઈ લેય નહીં જેનાથી બદનામી શિક્ષકોને માથે આવે અને લોકોમા ચર્ચાનો વિષય બને એના કરતાં હવે આવી કોઈ જાહેરાત થાય તો વિદ્યાર્થીઓ કે વાલીઓને જાણ કરવી જરૂરી બને છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here