નસવાડી એકલવ્ય એકેડમી ખાતે કેન્દ્રીય આદિજાતિ વિકાસ મંત્રીની મુલાકાત

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડી એકલવ્ય એકેડમી ખાતે કેન્દ્રીય મંત્રી એ લીધી મુલાકાત જેમાં ભાજપ ના કાર્યકરો હોદ્દેદારો અને વહીવટી તંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ જેમાં મંત્રી એ રાષ્ટ્રીય ટુર્નાઅમેન્ટની સમીક્ષા કરી હતી અને તિરંદાજીને પ્રોત્સાહન આપ્યું હતું કેન્દ્રીય મંત્રી તિરંદાજ રમતવીરોને પણ મળ્યા હતા અને તીરંદાજી ખેલાડીએ રમત વિશે જણાવ્યું હતુ કે ૨૦૨૪ અને ૨૦૨૮ માં ઓલમ્પિક રમત યોજાવાની છે જેમાં તીરંદાજી ખેલાડીઓ ગોલ્ડ મેડલ મેળવે તે અમારૂ લક્ષ્ય છે આદિવાસી ખેલાડીઓમા તીરંદાજી રમતની નિપુણતા છે અને નસવાડી તીરંદાજી એકેડમીમા મેડલ મેળવ્યા છે તે ઘણી સારી બાબત છે અને કેન્દ્રીય મંત્રી એ કેજરીવાલ પર વિવિધ આક્ષેપો કરી પંજાબનું ઉદાહરણ આપ્યુ હતુ સાથે એકલવ્ય એકેડમી ના સિનિયર કોચ દિનેશભાઈ નો આભાર માન્યો હતો મંત્રીએ જણાવ્યુ હતુ કે આપણા આર્ચરી મેડલ ભારત જીતે તેવી આશા વ્યક્ત કરી હતી કેન્દ્રીય મંત્રી ની મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને આદિવાસી વિસ્તારના રમતવીરો રમત ગમત ક્ષેત્રે આગળ વધે અને આદિવાસી સમાજ અને વિસ્તારનું નામ રોશન કરે એવી આશા જણાઈ આવી હતી અને કાર્યક્રમ પૂર્ણ કર્યાબાદ બોડેલી જવા રવાના થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here