નસવાડીમા સસ્તા અનાજની દુકાનો ચલાવતા સંચાલકોએ દુકાનો કરી બંધ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકામા સસ્તા અનાજની દુકાનો બંધ કરવામા આવી છે.સસ્તા અનાજ ની દુકાનદારો એ દુકાનોને તાળા મારી દીધા છે અગાવ સંચાલકો દ્રારા આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ જેમા સંચાલકો ની પડતર માંગણીઓ સરકાર દ્રારા સંતોષવામા ન આવતા સંચાલકો રોષે ભરાયા છે અને દુકાનો ને તાળા મારી દેવાયા છે હવે આગળ શીતળાસાતમ નો તહેવાર આવી રહ્યો છે અને જે બી પી એલ અંત્યોદય ગરીબ રેશન કાર્ડ ધારકો છે તે લોકો મૂંઝવણ મા મુકાયા છે હાલ સરકારે અનાજ આપવાની જાહેરાત કરી છે જેમા ખાંડ તેલ વગેરે વ્યાજબી ભાવે આપવાની છે પરંતુ સંચાલકો દ્રારા પહેલી સપ્ટેમ્બર થી દુકાનો ને તાળા મારવાની ચીમકી આપવામા આવી હતી અને આપેલી ચીમકી નો અમલ પહેલી સપ્ટેમ્બર થી સંચાલકોએ કરી દીધો છે હવે સરકાર આગળ શું કરશે તે જોવુ રહ્યુ પરંતુ હાલ ગરીબ વર્ગ જેમનુ ગુજરાન રેશનીંગ ની દુકાનો મા મળતુ અનાજ જે હવે નહી મળે તેને લઈ ગરીબ વર્ગ મુશ્કેલીમાં મુકાયુ છે.હાલ તો ગરીબોનું અનાજ ગોડાઉન મા પડ્યુ છે અને સંચાલકો માલ નાહી ઉપાડે ની જીદ લઇને બેઠા છે જ્યા સુધી અમારા પડતર પ્રશ્નો નું નિરાકરણ નહી આવે અને સરકાર આ બાબતે ધ્યાન નહી આપે અને અમારી માંગણીઓ નહી સંતોષાય તો આગળ જલદ આંદોલન કરીશુ તેવી ચીમકી ઉચ્ચારી હતી હવે આગળ આવી રહેલા તહેવાર ને ગરીબ વર્ગ જે સસ્તા અનાજની દુકાનો પર આધાર રાખી બેઠા છે તેમનુ શું ?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here