નસવાડી એકલવ્ય એકેડમી ખાતે છોટાઉદેપુર જીલ્લા કક્ષાની અંડર૧૪,૧૭,૧૯ની તીરંદાજી અને કબડ્ડી સ્પર્ધા યોજાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જીલ્લા રમત ગમત કચેરી છોટાઉદેપુર દ્વારા 67 મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા યોજાઈ હતી જેમા છોટાઉદેપુર જીલ્લા કક્ષાની અંડર 14,17,19, ની કબ્બડી અને તિરંદાજી સ્પર્ધા નસવાડી એકલવ્ય એકેડમી ખાતે રમાઈ હતી.
ગુજરાત સરકારના ખેલો ઇન્ડિયા ના સ્વપ્ન ને સાકાર કરવા માટે રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને રમતગમત અધિકારી છોટાઉદેપુર ની કચેરી દ્વારા 67 મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા યોજાઈ પ્રતિભાશાળી ખેલાડીઓ ને શોધી ઓલમ્પિક એંશીયન ગેમ વર્લ્ડ ચેમ્પિયન ગેઇમ માં ભાગ લઈને છોટાઉદેપુર જીલ્લા અને ગુજરાતનું નામ રોશન કરે તે હેતુ થી આજરોજ નસવાડી એકલવ્ય તિરંદાજી ગ્રાઉન્ડ નસવાડી ખાતે એકલવ્ય તિરંદાજી એકેડમી ના સ્થાપક દિનેશભાઇ તિરંદાજ વ જીલ્લા રમત વિકાસ અધિકારી ના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર જીલ્લા કક્ષા ની અંડર 14,17,19, ની કબ્બડી અને તિરંદાજી સ્પર્ધા નસવાડી એકલવ્ય એકેડમી ખાતે યોજાઈ હતી જેમાં છોટાઉદેપુર જીલ્લા ભાજપ મહામંત્રી ડી. એફ. પરમાર તેમજ દિનેશભાઇ રાઠવા જીલ્લા ભાજપા મહામંત્રી એ ઉપસ્થિત રહી ખેલાડીઓ ને પ્રોત્સાહીત કર્યા હતા.

જીલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઇ તિરંદાજ દ્વારા જણાવ્યું હતુ કે આ ટુર્નામેન્ટ માં મોટી સંખ્યામાં ખેલાડીઓ એ ભાગ લીધો છે કબ્બડી ની રમત માં ત્રણેય ગ્રુપ માં 36 ટિમો એ ભાગ લીધો છે અને તિરંદાજી ની રમતમાં 12 ટિમો એ ભાગ લીધો છે ત્યારે વિજેતા ટિમો આવનાર દિવસોમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે
ગુજરાતના નવ યુવાન રમત ગમત મંત્રી હર્ષ સંઘવી ખેલાડીઓ ને પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ યોજના ઓ હેઠળ રમતગમત ક્ષેત્ર ખુબ સારી રીતે વિકસે જેના માટે ટીમ સ્કૂલ, G. L. S. S. એકેડમી ખેલો ઇન્ડિયા જેવા સેન્ટરો ઉભા કરી ને આવનાર દિવસોમાં પ્રતિભાશાળી ખેલાડીઓ ઓલમ્પિક એંશીયન ગેમ વર્લ્ડ ચેમ્પિયન ગેઇમ માં ભાગ લઈને છોટાઉદેપુર જીલ્લા અને ગુજરાતનું નામ રોશન કરે તેના માટે હર્ષ સંઘવી એ ખુબ જહેમત ઉઠાવી છે ગુજરાતના ખેલાડીઓ તેમજ છોટાઉદેપુર જીલ્લાના ખેલાડીઓ રમત ગમત ક્ષેત્રે નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here