નસવાડીના લિંડા ગામે હડતાલ પર બેઠેલા એલ.એમ.સી શિક્ષકોએ સુતેલા તંત્રને જગાડવા રામધૂન વગાડી અનોખો વિરોધ દર્શાવ્યો

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

જો અમને ન્યાય નહી મળે તો ઉગ્ર આંદોલન કરીશું અને વખત આવશે તો તાળાબંદી પણ કરીશું એલ.એમ.સી શિક્ષકો નો તંત્ર સામે રોષ

નસવાડી તાલુકાના લિંડા મોડેલ સ્કૂલ ખાતે બેઠેલા એલ.એમ.સી શિક્ષકોએ આજે રામધૂન વગાડી સુતેલા તંત્ર ને જગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ સરકાર ને કે અધિકારીઓને કોઈ ફરક પડતો નથી અને આજે ત્રણ દિવસ થયા પણ કોઈ જોવા સરખુ આવ્યુ નથી અને જો એલ.એમ.સી શિક્ષકો ને સરખો ન્યાય નહી મળે તો હજુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી શિક્ષકો દ્વારા આપવામાં આવી છે ગુજરાત માં દરેક જગ્યાએ સરકારના પરિપત્રનો અમલ કરવામાં આવેછે તો છોટાઉદેપુર જિલ્લા માં કેમ નહી અને એનુ કારણ શું હોય શકે એમ એલ.એમ.સી શિક્ષકો એ જણાવ્યું હતું અને આશરે 1400 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરેછે અને પરીક્ષા ચાલુ છે છતાં પણ શિક્ષક ગણ આંદોલન કરવા મજબુર કેમ બન્યા એ એક ચર્ચાનો વિષય બન્યો છે અને હાલ પરીક્ષા નું સુપરવિઝન સ્કૂલ નો અન્ય સ્ટાફ કરી રહ્યો છે અને આ બાબત સાચી છે કે દરેક જિલ્લામાં આ પરિપત્રનો અમલ કરવામાં આવ્યો છે તો છોટાઉદેપુર જિલ્લામાં કેમ નથી કરવામાં આવતો અને આ આંદોલન ને ત્રણ દિવસ થયા છે પણ તંત્ર આંખ આડા કાન કરી બેઠો છે અને પ્રયોજના વહીવટ તરફ થી કોઈ જોવા પણ આવ્યું નથી અને એલ.એમ સી શિક્ષકો ની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય એમ લાગી રહ્યું છે કારણ કે ઘણા સમય થી આદિજાતિ વિભાગ માંથી પરિપત્ર થયો છે અને છોટાઉદેપુર જિલ્લામાં અમલ કેમ નથી થયો શુ કારણ હોય શકે? પહેલા શિક્ષકોએ મૌખિક રજૂઆતો પણ કરેલીછે અને એ રજૂઆતો પર તંત્રએ ધ્યાન નથી દોર્યું કેમ?શા માટે?ત્યાર બાદ રાજકીય નેતાઓ એ પોતાના લેટર પેડ પર લેખિતમાં ઘટતુ કરવા ભલામણો કરી છતાં પણ તંત્રએ ધ્યાન નથી દોર્યું તો આવુ શા માટે કરવામાં આવ્યુ આ એલ.એમ.સી શિક્ષકો સાથે એ પણ એક ચર્ચા નો વિષય બન્યો છે અને હજુ પણ ન્યાય નહી મળે તો ઉગ્ર આંદોલન કરવાની અને તાળાબંદી કરવાની ચીમકી આપવમાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here