નર્મદા જીલ્લા LCB પોલીસે રાજપીપળા પાસેના કરાંઠા સહિત લાછરસ ગામ ખાતે ચોરી કરનાર સિકલીગર ગેન્ગ ગણતરીના કલાકોમા જ ઝડપી પાડી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા રેલ્વે ફાટક પાસે રહેતાં સિકલીગર સહિત વડોદરા ના એક સહિત બે ઝડપાયા રણોલી વડોદરા નો આરોપી ફરાર

સોના ચાંદી ના સિક્કા સાથે 93 હજાર નો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ

રાજપીપળા નગર સહિત આસપાસ ના વિસ્તારમાં રહેતા લોકો ધરફોડ ચોરી થવાના કિસ્સાઓ વિશેષ પ્રમાણ માં બનતા ખુબજ ભયભીત થયા હતા ત્યારે નર્મદા જીલ્લા LCB પોલીસ ની સમયસૂચકતા અને ક્રાઈમ ડિટેકટ કરવાની કુનેહ થી રાજપીપળા પાસે ના લાછરસ સહિત કરાંઠા ગામ ખાતે સોના ચાંદી ના ધરેણા સહિત રોકડ રકમ અને તમાકુ વિમલ ની એક સાથે બબ્બે સથળે ચોરી કરનાર સિકલીગર ગેન્ગ ના બે આરોપીઓને ઝડપી પાડયા હતા , જયાંરે એક ફરાર થયો હતો.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર રાજપીપળા પાસે ના લાછરસ ગામ સહિત કરાંઠા ગામ ખાતે તા , 18 મી ના રોજ ત્રણ ઇસમો એ ચોરી કરી હોવાની ફરિયાદ મકાન માલિક અને દુકાન માલિકે નોંધાવી હતી. ફરિયાદ ના પગલે નર્મદા જીલ્લા LCB પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલ નાઓ ને જીલ્લા પોલીસ વડા હિમકરસિહ ની સુચના અને માર્ગ દર્શન થી પોતાના સ્ટાફ ના જવાનો એ.એસ.આઇ. ભંગાભાઇ ગોવિંદભાઇ, ભરતભાઈ સુરાભાઇ , કિરણ રતિલાલ , રાકેશભાઈ કેદારનાથ પાંડે , લક્ષમણ રગનાથ તથા એલ સી બી. સ્ટાફ ના અન્ય જવાનો એ પોતાના બાતમીદારો ને કામે લગાડી તેમજ સી સી ટી વી ફુટેજો મેળવી શકમંદ આરોપીઓ ની ઓળખ કરી હતી. પોલીસ ને પોતાની તપાસ મા આ લાછરસ સહિત કરાંઠા ગામ ખાતે ચોરી કરનાર ટોળકી રાજપીપળા ના રેલ્વે સ્ટેશન ની ફાટક પાસે રહેતાં સિકલીગરો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી નર્મદા જીલ્લા LCB પોલીસને પાક્કી બાતમી મળેલ કે આરોપી ઓ ચોરી નો માલ વડોદરા ખાતે વેચવા માટે જઇ રહયા છે પોલીસે વોચ ગોઠવી ભદામ ગામ પાસે થી આરોપીઓ 1) રવિસીંગ તારાસીંગ સરદાર રહે. રણોલી , બળીયાદેવનગર , કૈલાશપતિ સોસાયટી ની બાજુમા , વડોદરા ( 2) રાજીનદરસીંગ ઉર્ફે સલીંદરસીંગ રાજાસીંગ સરદાર ધંધો ભારત ગેસ સર્વિસ ના ડિલીવરી બોય રહે. કાળાધોડા રેલ્વે સ્ટેશન ફાટક પાસે , રાજપીપળા નાઓને ઝડપી પાડયા હતા અને તેમની અંગ ઝડતી કરતાં તેમના પાસે થી ચોરી કરેલ સોના ચાંદી ના સિક્કા સહિત ચોરી નો મુદ્દામાલ મળી આવ્યો હતો .પોલીસે રુપિયા 93015 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપ ની અટકાયત કરી હતી .

ઝડપાયેલા આરોપી ઓની પુછપરછ કરતા ચોરી મા વડોદરા રણોલી બળીયાદેવનગર ના બોબીસીંગ કિરપાલસીંગ સિકલીગર પણ સંડોવાયેલ હોવાનું પોલીસ ને જાણવા મળેલ હતુ જેથી તેને વોન્ટેડ જાહેર કરી ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

નર્મદા જીલ્લા LCB પોલીસે ઝડપેલા આ સિકલીગર ગેન્ગ ના બે આરોપી ઓએ રાજપીપળા સહિત તિલકવાડા , વડોદરા , આણંદ અને અમદાવાદ ખાતે અનેક ચોરીઓ કરેલ હોવાનું કબુલ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here