નર્મદા જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ડેડીયાપાડા વિસ્તાર માંથી ચોરીની બાઈક સાથે બે ઇસમોને ઝડપી પાડયા

ડેડીયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા ના ઇન્ચાર્જ જીલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જર, ના ઓ એ જીલ્લામાં બનતા ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા પોતાના તાબા હેઠળ ના પોલીસ અધિકારીઓ ને સુચના આપી હોય જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાનાઓએ ગુના ડીટેક્ટ કરવા તથા વાહન ચેકીંગમાં રહેવાની સુચના આપતા એલ.સી.બી. પોલીસ સ્ટાફ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંકાલા ગામના બસ સ્ટેન્ડ નજીક વાહન ચેકીંગમાં હતા દરમ્યાન એક નંબર પ્લેટ વગરની કાળા કલરની શંકાસ્પદ હોન્ડા શાઇન મોટર સાયકલ ચાલક આવતા તેને રોકી ચાલક તથા પાછળ બેસેલ ઇસમોનું નામઠામ પુછતા તેમણે પોતાનુ નામ (૧) નૂર હુસેન ઉર્ફે ભીખુ સમસુદ્દીન મકરાણી રહે. પ્રતાપપુર તા.તલોદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) (૨) અબ્દુલ મનાન ફતેહ મોહંમદ બલુચી રહે. જમાદાર ફળીયુ બચુ નગર, અક્કલકુવા તા.અક્કલ્કુવા જી. નંદુરબાર (મહારાષ્ટ્ર)જણાવેલ. તેમજ આ હોન્ડા શાઇન મોટર સાયકલના કાગળો વિશે પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોવાથી આ મોટર સાયકલના એન્જીન નંબર તથા ચેસીસ નંબર પોકેટ કોપમાં સર્ચ કરતાં મોટર સાયકલન માલીક થવા જી.નેત્રગ જી.ભરૂચ ખાતે હોવાનું જણાતુ હોય માટે મોટર સાયકલ અંગે વધુ તપાસ કરતાં આ મોટર સાયકલ ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું જણાઇ આવતાં બંને ને ચોરીના ગુનામાં અટક કરી વધુ તપાસ અર્થે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here